મહિલા વર્લ્ડ ટી-20: ભારતની સતત ચોથી જીત, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું
મહિલા વર્લ્ડ ટી-20માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી મંધાના અને હરમનપ્રીમ કોરની શાનદાર ઇનિંગ્સ બાદ બોલરોના કમાલથી ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જીત સાથે ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં અજેય રહેતા પ્રથમ સ્થાન સાથે સેમીફાઈનલ સુધી પહોંચી ગઈ છે. હવે સેમીફાઈલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ગ્રુપ એ માં બીજા ક્રમાંકે રહેતી ટીમ સાથે થશે.
ભારતે શનિવારે રમાયેલી મેચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. તેના જવાબમા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય બોલરો સામે 119 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ટી20 ક્રિકેટમાં આ સૌથી મોટો સ્કોર પણ છે.
ભારત તરફથી અનુજા પાટિલે સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે પૂનમ યાદવ, રાધા યાદવ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. બેટિંગમાં ભારત તરફથી સલામી બેટ્સમેન મંધાનાએ 83 અને કેપ્ટન હરમનપ્રીમ કોરે 43 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સ્મૃતિ મંધાનાએ ટી-20 ઈતિહાસમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી નોઁધાવી હતી. તેણે 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -