કુમ્બલે સાથે વિવાદને લઈને આખરે કોહલીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું

તો તેણે જણાવ્યું હતું કે બિલકુલ, પણ અનિલ ભાઈએ પોતાનો વિચાર જણાવી દીધો હતો. તેમણે પદ છોડવાનો નિર્ણય કરી લીધો હતો અને અમે તેનું સન્માન કરીશું. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન મે 11 પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમે છેલ્લા 3-4 વર્ષથી એક પંરપરા બનાવી છે કે જે ડ્રેસિંગ રૂમમાં બનશે તેને અમે ખાનગી રાખીશું. આમા પુરી ટીમ વિશ્વાસ કરે છે. કુમ્બલેની પ્રશંસા કરતા કોહલીએ જણાવ્યું હતું કે એક ક્રિકેટર તરીકે તેમણે જે દેશ માટે કર્યું છે તેનું હું સન્માન કરું છું.
પોર્ટ ઓફ સ્પેન: વિરાટ કોહલીએ ગુરુવારે કહ્યું કે, તે કોઈપણ ડ્રેસિંગ રૂમની જાણકારીનો ખુલાસો નહીં કરે. ટીમઇન્ડિયાના મુખ્ય કોચ અનિલ કુમ્બલેના રાજીનામાના બે દિવસ પછી ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ મુદ્દે મૌન તોડ્યું છે. કોહલીએ જણાવ્યું હતું કે અનિલ ભાઈએ પદ છોડવાનો નિર્ણય કર્યો છે જેનું આપણે સન્માન કરવું જોઈએ.
સ્પોર્ટ્સ વર્લ્ડમાં ઘણી અટકળો ચાલી રહી હતી અને એવા લોકો ફેલાવી રહ્યા છે જે ડ્રેસિંગ રૂમનો ભાગ પણ નથી. કોહલીએ જણાવ્યું હતું કે જે ડ્રેસિંગ રૂમમાં થાય છે તે ખાનગી રહે છે. મીડિયાએ કોહલીને સવાલ કર્યો હતો કે શું સ્થિતિને આથી વધારે સારી રીતે સંભાળી શકાતી હતી.