વિરાટ કોહલી આટલા સમયમાં તોડશે સચિનનો 49 વનડે સેન્ચુરીનો રેકોર્ડ
વિરાટે 10 વર્ષની વનડે કારકિર્દીમાં 36 વનડે સેન્ચુરી ફટકારી છે, આમ એક વર્ષમાં 3 સેન્ચુરી થાય. વિરાટે 204 વનડે ઇનિંગમાં 58.69ની સરેરાશથી 36 સેન્ચુરી ફટકારી છે. આમ બીજી 14 સેન્ચુરી ફટકારવા માટે વિરાટ કોહલીને 78-79 ઇનિંગ લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવામાં હવે વિરાટના ફોર્મને જોતા એ સવાલ થાય છે કે સચિન વનડે સેન્ચુરીનો રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલી કેટલો સમય લેશે. કોહલીએ ફેબ્રુઆરી 2015માં પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં પોતાની 22મી સેન્ચુરી ફટકારી હતી, ત્યાર બાદથી લઈને અત્યાર સુધી વિતેલા ત્રણ વર્ષમાં તેણે વનડેમાં 14 સેન્ચુરી ફટકારી છે. હાલમાં તે સચિનના 49 વનડે સેન્ચુરીના રેકોર્ડથી 14 સેન્ચુરી દૂર છે એવામાં 29 વર્ષના કોહલી આગામી પાંચ વર્ષ સુધી રમે છે તો તે સચિનના વનડે સેન્ચુરીના રેકોર્ડને પાછળ છોડી દેશે.
આ રીતે સચિને 36 વનડે સેન્ચુરીથી 49 સેન્ચુરી સુધી પહોંચવા માટે 9 વર્ષ ક્રિકેટ રમ્યા. આ દરમિયાન સચિને 13 વનડે સેન્ચુરી ફટકારી. 49મી વનડે સેન્ચુરી ફટકારી ત્યારે સચિન 39 વર્ષના હતા.
સચિને વર્ષ 2003માં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પોતાની 36મી વનડે ઇન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી હતી, તે સમયે તેની ઉંમતર 30 વર્ષ 6 મહિના હતી. વનડેમાં સચિને પોતાની અંતિમ અને 49મી સેન્ચુરી વર્ષ 2012માં બાંગ્લાદેશ વિરૂદ્ધ એશિયા કપમાં ફટકારી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પણ બેટિંગ કરવા આવે છે તે રેકોર્ડ્સ તૂટવા અને બનવાનું ચાલ્યા રાખે છે. વિતેલા રવિવારે તેણે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પોતાની 36મી સેન્ચુરી ફટકારી હતી. 29 વર્ષા કોહલીએ અત્યાર સુધીમાં વનડેમાં 36 સેન્ચુરી ફટકારી છે અને તેના માટે તણે 204 ઇનિંગ રમી છે, જ્યારે ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે 311 ઇનિંગમાં 36 વનડે ઇન્ટરનેશનલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -