વિરાટ કોહલીએ પિતા બને તે પહેલા કઇ વસ્તુઓને ઘરમાંથી હટાવી દેવાની વાત કહી, કઇ વસ્તુથી લાગે છે ડર, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી લગ્ન બાદ પણ ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં રહ્યાં કરે છે. થોડાક દિવસો પહેલા કોહલીએ અનુષ્કાને ઓફ ફિલ્ડ કેપ્ટન ગણાવી હતી. તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અનુષ્કાના આવ્યા બાદ તેની લાઇફમાં કેટલુ પૉઝિટીવ પરિવર્તન આવ્યું છે. તેની પહેલીવાર તેના ફેમિલી પ્લાનિંગ પર પણ ચર્ચા કરી. જાણો કઇ વસ્તુને લઇને વિરાટના મનમાં છે ડર...
એક સ્પોર્ટ્સ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કોહલીએ જણાવ્યું કે, અનુષ્કા ખુબ ધાર્મિક છે. તેની સાથે રહેતા મે મારી જાતની અંદર પણ કેટલાક ફેરફારો કર્યા છે. હું પહેલા કરતાં વધુ શાંત થઇ ગયો છું.
વિરાટે કહ્યું કે, હું જાણું છુ કે આજે હું જ્યાં છું, એ બધી વસ્તુ જિંદગીમાં હંમેશા મારી સાથે નહીં રહે. મારો પરિવાર જ હંમેશા મારા સમયનો હકદાર છે.
ઇન્ટરવ્યૂમાં વિરાટને જ્યારે પુછવામાં આવ્યું કે ઓફ ફિલ્ડ કેપ્ટન કોણ છે, તો થોડીવાર ચૂપ રહ્યાં પછી વિરાટે કહ્યું હતું- અનુષ્કા, તે હંમેશા પૉઝિટીવ વિચારે છે. તેના માટે નિર્ણય હંમેશા યોગ્ય હોય છે. એટલા માટે ઓફ ફિલ્ડ તે જ મારી કેપ્ટન છે.
આ પહેલા કોહલીએ તાજેતરમાં જ અનુષ્કાને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટને લઇને ખુશી વ્યક્ત કરી હતી. વિરાટે કહ્યું હતું કે, તે દેશમાં હોય કે બહાર તે મેચ જરૂર જુએ છે. અનુષ્કા મેદાનમાં પ્લેયર્સની ભાવનાઓને પુરેપુરી સમજે છે.
મને મળેલી અત્યાર સુધીની કોઇપણ ટ્રૉફી મારા ઘરમાં ના રહે, આવી બધી વસ્તુઓને ઘરમાંથી હટાવા માંગુ છું, જે ખાસ કરીને મારી કેરિયરને ફ્લેશ કરે.
વિરાટે કહ્યું, હું ઇચ્છું છુ કે જ્યારે મારા બાળકો મોટા થાય તો હું કેટલીયે વસ્તુઓ બદલી નાંખું. હું નથી ઇચ્છતો કે મારા બાળકો મોટા થઇને ત્યારે મારી સિદ્ધીઓથી જોડાયેલી કોઇપણ વસ્તુ હુ મારા ઘરમાં ના રાખું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -