નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે બીજી વનેડમાં ભારતે 8 રનોથી શાનદાર જીત મેળવી. મેચમાં 50મી વિજય શંકરે ફેંકલી ઓવર ભારતને મેચ અપાવી ગઇ. જોકે, મેચ જીતવા પાછળ ધોનીનો મોટો હાથ છે. ધોની-રોહિતની માઇન્ડ ગેમથી ભારત ઓસ્ટ્રેલિયાને લૉ સ્કૉર મેચમાં માત આપી શક્યુ.
મેન ઓફ ધ મેચ બનેલી કેપ્ટન કોહલીએ કહ્યું કે, જ્યારે તે 46મી ઓવરમાં વિજય શંકરને બૉલિંગ કરાવવા માંગતો હતો, તે સમયે મને મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માએ રોક્યો હતો. મને આ બન્નેએ જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ શમીની બૉલિંગ ચાલુ રાખવા કહ્યું. 46મી ઓવર જસપ્રીત બુમરાહને આપવાનું કહ્યું હતું.
તેમનું માનવુ હતું કે આપણે જો વિકેટ ઝડપી લેશું તો મેચમાં ટકી રહીશું. અને બુમરાહે 46મી ઓવરમાં બે વિકેટ ખેરવી. બીજો બૉલ પર નાથન કુલ્ટર નાઇન (4) અને ચોથા બૉલ પર પેટ કમિન્સ (0) ક્રમશઃ આઉટ કર્યો. જેના કારણે અમે મેચમાં ટકી શક્યા હતા.