આ દરમિયાન વિરાટ કોહલીએ સેમિફાઇનલ મેચ સાથે જોડાયેલા ઘણા સવાલોનો જવાબ આપ્યા હતા. આ સિવાય જ્યારે કોહલીને પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'મને વિશ્વાસ છે કે ધોની વિશે તમે કોઈને પૂછશો તો ખાસ વાત સાંભળવા મળશે. વિશેષ રૂપથી જેણે તેની આગેવાનીમાં રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિ આટલું કરે તો તેનું સન્માન કરવું જોઈએ. તેણે જે પણ કર્યું છે અમે તેના આભારી છીએ.'
કોહલીને પુછવામાં આવ્યું કે શું મહેન્દ્ર સિંહ ધોની વિશ્વ કપ પછી નિવૃત્તી લેશે? આ વિશે કોહલીએ કહ્યું કે, “હું નિશ્ચિત રીતે કંઇપણ કહેવાનો નથી. હું ચોક્કસ રીતે કહી શકું છું કે તમે જો ખાસ કરીને તેમની કેપ્ટનશિપમાં કરિયરની શરૂઆત કરનારા ખેલાડીઓને પુછશો તો તેમની પાસે તેમના વિશે ઘણી વાતો હશે.” તેણે કહ્યું કે, “અમે તેમના નેતૃત્વમાં અમારા કેરિયરની શરૂઆત કરી અને આ અહેસાસ આજે પણ બદલાયો નથી. તેમણે અમને તક આપી, અમારા પર ભરોસો રાખ્યો, જેના માટે અમે હંમેશા તેમનું સમ્માન કરીશું અને કરતા રહીશું.”
વિરાટે વધુમાં કહ્યું કે, “ધોનીએ ટીમમાં ટ્રાંજેશનનાં સમયમાં શાનદાર ભૂમિકા નીભાવી. આજે અમે તે ટીમનો મુખ્ય ભાગ છીએ, જે આ સમયમાં લીડ કરી રહ્યો છે. તેઓ કેપ્ટન રહ્યા છે અને હવે મારી કેપ્ટનશિપમાં રમી રહ્યા છે, પરંતુ તેમની રમતથી ક્યારેય એવું નથી લાગતુ. તેઓ મને નિર્ણય લેવાની આઝાદી આપે છે. સાથે જ જ્યારે પણ હું તેમને પુછુ છું તો તેઓ તરત જ સલાહ આપે છે. કુલ મળીને તે એવા ખેલાડી છે, જેના વિશે તમે કેટલું પણ કહો ઓછું છે.”