ચોથી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવન મામલે આપ્યું આ મોટુ નિવેદન, જાણો કોણ હશે ટીમમાં
ઉલ્લેખનીય છે કે, આજે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝનો ચોથો મુકાબલો સાઉથેમ્પટનમાં રમાશે. પ્રથમ બે ટેસ્ટમાં હારનો સામનો કરેલી ભારતીય ટીમે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીતવી મેળવી હતી. ભારતીય સમય પ્રમાણે મેચ 3.30 વાગ્યે શરૂ થશે. ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે હિસાબે મેચ જીતવી પડે તેમ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઇન્ડિયાઃ- શિખર ધવન, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બૂમરાહ.
જોકે, ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ભારત માટે 18 ખેલાડીઓની ટીમમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે. મુરલી વિજયની જગ્યાએ 18 વર્ષના પૃથ્વી શૉ અને કુલદીપ યાદવની જગ્યાએ હનુમા વિહારીને મોકો આપવામાં આવ્યો છે.
કોહલીએ પત્રકારોને કહ્યું કે, ચોથી ટેસ્ટ રમવા માટે દરેક ખેલાડી ફીટ છે. અશ્વિન પણ સારો થઇ ગયો છે. તેને કાલે પ્રેક્ટિસ પણ કરી. કોહલીએ કહ્યું કે, હંમેશા સતત ફેરફાર નથી કરાયા, કેટલીક વખત ઇજાના કારણે આવું બની શકે છે. પણ આ બન્ને રમતનો ભાગ છે. હવે અમને પરિસ્થિતિઓને જોતા લાગે છે કે હવે ટીમમાં કોઇ ફેરફારની જરૂર નથી રહી.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આર.અશ્વિન ઇજાના કારણ બહાર થઇ ગયો હતો હવે તે ઠીક થઇ ગયો છે અને તે ઇંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટમાં રમવા માટે ફિટ છે. સાથે જ કોહલીએ કહ્યું કે, તે ગુરુવારે અંતિમ અગિયારમાં કોઇ ફેરફાર નહીં કરે. છેલ્લી 38 ટેસ્ટ મેચોમાં પ્રત્યેક ટીમમાં ફેરફાર કરતાં રહેલો કોહલી હવે કોઇ ફેરફાર વિના જ મેદાનમાં ઉતરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -