વિરાટની 7 મહિનામાં ચોથી ડબલ સેન્ચુરીઃ જાણો બ્રેડમેન-દ્રવિડનો તોડ્યો ક્યો વર્લ્ડ રેકોર્ડ
સતત સીરિઝમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવા મામલે કોહલી નંબર વન ખેલાડી બની ગયો છે. બાંગ્લાદેશ અગાઉ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝિલેન્ડ અને ઇગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. આ અગાઉ બ્રેડમેન અને ભારતના રાહુલ દ્રવિડ સતત ત્રણ સીરિઝમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય કોહલીએ ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગનો પણ એક રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઘરેલુ સિઝનમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે વિરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો છે. સહેવાગે 2004-05માં એક સિઝનમાં 1105 રન બનાવ્યા હતા. જે આંકડાને કોહલીએ પાર કરી દીધો હતો.
હૈદરાબાદઃ ભારત અને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે બેવડી સદી ફટકારી કેપ્ટન વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. કોહલી સતત ચોથી સીરિઝમાં બેવડી સદી ફટકારી આઉટ થયો હતો. તેણે 204 રન બનાવ્યા હતા. સતત સીરિઝમાં બેવડી સદી ફટકારવા મામલે કોહલીએ સર ડોન બ્રેડમેન અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને પણ પાછળ છોડી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -