સચિનનો મોટો રેકોર્ડ તોડવાથી માત્ર 6 રન જ દૂર છે વિરાટ કોહલી, જાણો વિગત
સચિને 120 ટેસ્ટ ઈનિંગમાં 6000 રન પૂરા કર્યા હતા. જ્યારે કોહલી અત્યાર સુધીમાં 118 ઈનિંગમાં 5994 રન બનાવી ચૂક્યો છે. જો તે 119મી ઈનિંગમાં વધુ 6 રન બનાવી લેશે તો સચિનનો રેકોર્ડ તૂટી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે, મને પૂરો ભરોસો છે કે વિરાટ તેની આ ઈનિંગમાં રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વિરાટ કોહલી હાલ શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધી સીરિઝમાં 440 રન બનાવી ચૂક્યો છે. એટલું જ નહીં વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ રેટિંગની સાથે ટેસ્ટ રેન્કિંગમાં પણ ટોચ પર છે.
લંડનઃ ગુરુવારથી સાઉથમ્પટનમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે. સચિનનો આ રેકોર્ડ વિરાટ તોડશે તેવો ભરોસો માત્ર ફેન્સને જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગને પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -