નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહ્યો છે. દુનિયાભરમાંથી કોહલીના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર બર્થ-ડે વિશ કરી રહ્યા છે. જન્મદિવસ મનાવવા કોહલી પત્ની અનુષ્કા સાથે હરિદ્ધાર પહોંચ્યો છે.કોહલી અને અનુષ્કા દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા. સૂત્રોના મતે કોહલી અને અનુષ્કા અહી દિવાળી મનાવશે. અનુષ્કા અને કોહલી ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ, કૈપિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી મારફતે આ ખાસ અવસરને સ્પેશ્યલ બનાવવાની તૈયારીમાં છે.
કોહલી પત્ની અનુષ્કા સાથે અનંત ધઆમ આત્મબોધ આશ્રમ જઇ શકે છે. આ આશ્રમ મહારાજ અનંત બાબાનો છે જે અનુષ્કા શર્માના પરિવારના આધ્યાત્મિક ગુરુ પણ છે. સ્થાનિક વહીવટીતંત્રએ કોહલી અને અનુષ્કા માટે તમામ તૈયારીઓ કરી છે જેથી કોઇ અસુવિધા થાય નહીં.અનુષ્કા શર્મા અનંત મહારાજના આશિર્વાદ લેવા માટે સતત આશ્રમ આવતી રહે છે. સાથે પરિવારના તમામ ધાર્મિક કર્મકાંડમાં બાબાની હાજરી જોવા મળે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન અગાઉ પણ અનુષ્કા શર્મા અહી આવી હતી. અનંત મહારાજ વિરાટ અને અનુષ્કાના લગ્ન દરમિયાન ઇટાલી પહોંચ્યા હતા.