નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઇ, વરસાદના કારણે મેચમાં ટૉસ પણ કરી શકાયો નહીં. હાલ પૉઇન્ટ ટેબલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમે અપરાજિત છે. હવે ભારતની આગામી મેચ પાકિસ્તાન સામે 16મી જૂને રમાનારી છે, ત્યારે આ હાઇ વૉલ્ટેજ મેચ પહેલા કેપ્ટન કોહલીએ ટીમની તૈયારીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.



વરસાદના કારણે મેચ રદ્દ થયા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, ‘ખેલાડીની નજરથી જોઇએ તો મેદાન રમવા માટે યોગ્ય ન હતુ. ટૂર્નામેન્ટના આ સ્ટેજ પર અમે કોઇપણ ખેલાડીને ઇજાગ્રસ્ત થતો નથી જોવા માંગતા. અમે સારુ રમી રહ્યા છીએ. બે જીત અમે આત્મવિશ્વાસી છીએ. થોડીક પ્રેક્ટિસ બાદ બધુ ઠીક થઇ જશે. અમે પાકિસ્તાન સામે અમારું બેસ્ટ પ્રદર્શન બહાર કાઢીશુ.’



ઉલ્લેખનીય છે કે, ભારતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ છે, જ્યારે પાકિસ્તાન ચાર મેચોમાથી માત્ર બે જ જીતી શક્યુ છે, એક વરસાદમાં ધોવાઇ ગઇ છે.