મેદાન પર જ બાળકે વિરાટ કોહલીને આપી ચેલેન્જ, ‘10 વર્ષમાં તારું સ્થાન લઈ લઈશ’
કેમેરામેને આ મોમેન્ટ કેપ્ચર કરી લીધી અને બાળક સ્ક્રીન પર આવી ગયો. હવે સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશમાં હાલમાં ક્રિકેટ ફેન્સ પર આઈપીએલના રંગે રંગાઈ ગયા છે. ખેલાડી અને પોતાની મનપસંદ ટીમને લઈને ક્રિકેટ ફેન્સમાં ગજબનો ઉત્સાહ છે. આઈપીએલ મેચ દરમિયાન દરરોજ લોકો પોતાની રીતે ખેલાડીઓ અને ટીમને ચીયર કરે છે. તે અલગ દેખાવા માટે રીત પણ અવનવી શોધી કાઢતા હોય છે. આવ જ એક આઈપીએલ મેચમાં એક બાળકે વિરાટ કોહલીને ચેલેન્જ આપી દીધી છે.
અત્યારે સોશિયલ મીડિયા પર વિરાટના એક નાનકડા ફેનની તસવીર વાયરલ થઈ રહી છે. જોકે, આ બાળકને વિરાટનો ફેન કહેવા કરતા તેનો હરીફ કહેવો વધુ યોગ્ય લાગશે. આ બાળક મેદાનમાં એક પોસ્ટર લઈને આવ્યો હતો જેમાં તેને લખ્યું હતું કે, ‘હેલ્લો વિરાટ સર, હું તમને પ્રોમિસ કરું છું કે, 10 વર્ષમાં હું તમને રિપ્લેસ કરીશ.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -