પિંક રંગની બેટની ગ્રીપ અને ગ્લોઝ પહેરી મેદાનમાં ઉતર્યો કોહલી, જાણો કારણ
સિડની ખાતે રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં બીજી વિકેટ ગુમાવ્યા બાદ કોહલી જ્યારે મેદાન પર આવ્યો ત્યારે તેને જોઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. કોહલીના બેટની ગ્રીન અને ગ્લોઝ ગુલાબી રંગના હતા. ઉલ્લેખનીય છે કે સિડનીમાં પ્રથમ પિંક ટેસ્ટ 2009માં રમાઇ હતી. આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની હતી. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાની પત્ની જેન મેકગ્રાનું મોત સ્તન કેન્સરના કારણે થયું હતું. સિડની ટેસ્ટમાં થનારી કમાણીને ગ્લેન મેકગ્રા ફાઉન્ડેશનને આપી દેવામાં આવશે. આ ફાઉન્ડેશન માટે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવા વર્ષમાં રમાનારી પ્રથમ મેચમાં તમામને પિંક રંગમાં રંગી દેવામાં આવે છે. જેને કારણે આ ટેસ્ટને પિંક ટેસ્ટ પણ કહેવામાં આવે છે.
સિડનીઃહાલમાં ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયન પ્રવાસની અંતિમ ટેસ્ટ સિડની ખાતે રમાઇ રહી છે. આ વર્ષ 2019ની પ્રથમ મેચ છે. આ મેચમાં થનારી કમાણી પૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર ગ્લેન મેકગ્રા ફાઉન્ડેશનને દાન કરી દેવામાં આવશે. મેકગ્રા ફાઉન્ડેશન સ્તન કેન્સર પીડિતોની મદદ કરે છે. દર વર્ષે આ મેદાન પર રમાનારી પ્રથમ મેચમાં મેદાનમાં વધુને વધુ પિંક રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રથમ મેચમાં બાઉન્ડ્રી, સ્ટંમ્પ્સ બધુ જ પિંક રંગનું છે. વિરાટ કોહલીએ પણ ખાસ અંદાજમાં પિંક ટેસ્ટ સેલિબ્રેટ કરી હતી. કોહલીના બેટની ગ્રીપ અને ગ્લોઝ પિંક રંગના હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -