નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનની 11મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મળેલી 118 રનોની શરમજનક હાર બાદ કેપ્ટન કોહલી ભડક્યો હતો. રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના કેપ્ટન કોહલીએ મેચ બાદ હાર પર દુઃખ વ્યક્ત કરતાં હારને શરમજનક ગણાવી હતી. કોહલીએ મેચ બાદ કહ્યું કે, "અમારા માટે આ સૌથી શરમજનક હારમાંની એક હતી, આ હારને પચાવવી મુશ્કેલ છે. અમારા માટે પહેલા બૉલિંગથી લઇને છેલ્લી વિકેટ ગુમાવવા સુધી ખરાબ સમય રહ્યો."
ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ પર હૈદરાબાદની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં બે વિકેટ પર 231 રન બનાવ્યા, આ વિશાળ સ્કૉરનો પીછો કરવા ઉતરેલી બેગ્લૉરની ટીમ 19.5 ઓવરમાં 113 રનો પર સમેટાઇ ગઇ હતી. આ સાથે જ બેગ્લૉરની ટીમને 118 રનોની નાલોશીભરી હારનો સામનો કરવો પડ્યો હતો. રનોની દ્રષ્ટિએ બેગ્લૉરની આ બીજી સૌથી મોટી હાર છે.