સેહવાગે ટ્વિટર પર મૂક્યુ ગુજરાતની 'ગર્લ સેન્ડવિચ'નું મેન્યૂ કાર્ડ, જાણો શું લખ્યું છે તેના વિશે
હાલમાં જ વિરેન્દ્ર સેહવાગના ટ્વિટર પર 1 કરોડ ફોલોઅર્સની સંખ્યા થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં સેહવાગે આ સફળતાને પણ એક અનોખી રીતે સેલિબ્રેટ કરી હતી. સેહવાગે ટ્વિટર પર ભાંગડા કરતો વીડિયો મૂકી આ અવસરને સેલિબ્રેટ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરેલા આ મેન્યૂ કાર્ડમાં વેજ ચિઝ કર્લ અને જૈન ચિઝ ગર્લ આઈટમ લખેલી છે. ઉપરાંત પાઈનેપલ ચિઝ ગર્લ અને પનીર શેઝવાન ગર્લ જેવી વસ્તુ પણ લખેલી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. મેદાનમાંથી નિવૃત્તિ લિધા બાદ સહેવાગ પોતાના બિન્દાસ અંદાજ અને તેના મજાક મસ્તીભર્યા ટ્વિટ્સથી તે સમગ્ર વિશ્વમાં જાણીતા થયા છે. હાલમાં જ વિરેન્દ્ર સહેવાગે વધુ એક ટ્વિટ કરી કર્યું જે જોઈને તમને હસવું રોકી નહીં શકો.
હાલમાં વિરેન્દ્ર સેહવાગે કોઈ રેસ્ટોરાંનાં એક મેન્યૂકાર્ડની તસવીર ટ્વિટ પર પોસ્ટ કરી છે. આ મેન્યૂ કાર્ડનું ટાઈટલ છે ગર્લ સેન્ડવિચ. વિરેન્દ્ર સેહવાગે આ તસવીરની સાથે મેસેજ લખ્યો છે કે, આ માત્ર ગર્લ છે જેને કોઈપણ મેકની કીચકીચ નથી અને માત્ર બે મિનિટમાં તૈયાર થઈ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -