Virender Sehwag on Virat Kohli: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Team India Captain Virat Kohli) ક્રિકેટના તમામ ફોર્મેટના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાનો એક છે, બેટ્સમેન ઉપરાંત કોહલી કેપ્ટનશીપમાં પણ સારો રહ્યો છે, પરંતુ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ તેના પર લોકો કટાક્ષ અને ટિપ્પણીઓ કરી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં વિરેન્દ્ર સહેવાગ પણ જોડાઇ ગયો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને જુના દિવસોની યાદ અપાવતા સેહવાગે તેના પર કટાક્ષ કર્યો છે.
વિરાટ કોહલીને શરૂઆતી મેચોમાં નિષ્ફળતા મળી, તેને વર્ષ 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ડેબ્યૂ સીરીઝમાં ત્રણ ટેસ્ટ મેચોમાં ફક્ત 76 રન બનાવ્યા હતા, સીરીઝમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી તેની છુટ્ટી થઇ ગઇ હતી.
તે વર્ષના અંતમાં કોહલીએ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ઘરેલુ સીરીઝમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી, તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ગયો હતો અને મોટાભાગ ભારતીય બેટ્સમેનોની જેમ તેને પણ ઓસ્ટ્રેલિયન બૉલરોનો સામનો કરવામાં પરેશાન રહી હતી. ત્રીજી ટેસ્ટ પહેલા કોહલીની જગ્યા ફરી એકવાર ખતરામાં હતી,જોકે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સહેવાગે કોહલીને બેક કર્યો અને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યો હતો.
સહેવાગે કોમેન્ટ્રી દરમિયાન શેર કર્યો કિસ્સો -
2015મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેનારા વિરેન્દ્ર સહેવાગે 2016માં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી ટેસ્ટી સીરીઝમાં કૉમેન્ટ્રી દરમિયાન એક દિલચસ્પ કિસ્સો શેર કર્યો હતો. તેને ખુલાસો કર્યો કે પસંદગીકારો કોહલીને ડ્રૉપ કરવા ઇચ્છતા હતા, પરંતુ ધોની અને તેને કોહલીનો બચાવ કર્યો. સહેવાગે કહ્યું કે, સિલેક્ટર્સ 2012ની પર્થ ટેસ્ટમાં કોહલીની જગ્યાએ રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા ઇચ્છતા હતા, હું ત્યારે ઉપકેપ્ટન હતો અને ધોની ટીમનુ નેતૃત્વ કરી રહ્યો હતો. અમે કોહલીને ટીમમાં ચાલુ રાખવાનો ફેંસલો કર્યો હતો.
સહેવાગ અને ધોનીનો આ ફેંસલો કોહલીની કેરિયરમાં ખાસ રહ્યો છે. તે આ પછી એકવાર પણ ડ્રૉપ નથી થયો. તેને પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 44 અને બીજી ઇનિંગમાં 75 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા આ મેચને ઇનિંગ અને 37 રનથી જીતવામાં સફળ રહી હતી. આમ કોહલી ટીમ ઇન્ડિયામાં ટકી ગયો અને બાદમાં કેપ્ટનના સફર સુધી પહોંચ્યો હતો.
T20 વર્લ્ડકપમાંથી ટીમ ઈન્ડિયા બહાર ફેંકાતા સેહવાગે ટ્રોલ કરીને શું કહ્યું ?
સેહવાગે મીમ દ્વારા ટીમ ઈન્ડિયાની ફિરકી ઉતારી છે. તેણે વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ બહાર થવા પર રાહુલ ગાંધીનો ફોટો શેર કરીને લખ્યું, ખતમ, બાય-બાય, ટાટા, ગુડ બાય.