વિરેન્દ્ર સેહવાગે IPLમાં ઓપનિંગ કરવા મુદ્દે કર્યો મોટો ખુલાસો, ફેન્સને લાગશે મોટો ઝાટકો
ઉલ્લેખનીય છે કે, સેહવાગે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પણ તેણે તાજેતરમાં સેન્ટ મોરિટ્ઝ આઈસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અહીં તેણે માત્ર 31 બોલમાં 62 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યારબાદ સેહવાગે પણ ટ્વીટર પર કિગ્સ ઈલેવન પંજાબના હેન્ડલ પરથી વીડિયો પોસ્ટ કર્યો. તેણે કહ્યું કે, ‘આ મારા તરફથી ફેન્સ માટે એપ્રિલ ફૂલ ડે પર પહેલી મજાક હતી. હું મેચમાં બેટિંગ કરવાનો નથી. આ એપ્રિલ ફૂલ હતું.’
પંજાબની વેબસાઈટના હવાલાથી સેહવાગે લખ્યું કે, ‘શરૂઆતમાં મેં માત્ર યુવા બોલર્સને પ્રેક્ટિસ કરાવવા માટે બેટ પકડ્યું હતું, પણ હું બોલને સારી રીતે ફટકારી રહ્યો હતો. એવામાં સવાલ ઉઠ્યો કે, ફિન્ચની ગેરહાજરીમાં ઈનિંગની શરૂઆત કોણ કરશે ત્યારે હોજે મજાકમાં મારું નામ લીધું અને પછી હું ગંભીરતાથી તે અંગે વિચારવા લાગ્યો.’
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા જોવા મળશે નહીં. સેહવાગે આ અંગે કહ્યું છે કે, આ વાત સાચી નથી, આ ‘એપ્રિલ ફૂલ ડે’ પર કરાયેલી એક મજાક હતી.
રવિવારે કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની વેબસાઈટ પર લખ્યું હતું કે, ‘પંજાબની વેબસાઈટ પર રજૂ થયેલા ન્યૂઝમાં લખાયું છે કે, ‘સેહવાગ રિટાયર્મેન્ટમાંથી કમબેક કરશે અને ફિન્ચની ગેરહાજરીમાં ઈનિંગની શરૂઆત કરશે. આ નિર્ણય મોહાલીમાં ટીમના પ્રેક્ટિસ સેશનમાં કેપ્ટન રવિચન્દ્રન અશ્વિન, કોચ બ્રેડ હોજ અને સેહવાગ વચ્ચે લાંબી વાતચીત બાદ લેવામાં આવ્યો છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -