વિરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે, ધોનીએ જો આવું ભારતીય ટીમ માટે કર્યું હોત તો ખુશી થઈ હોત. તે એ પડાવ પર છે જ્યાં એક વર્ષ પછી રીટાયર્ડ થઈ જશે. અમે ક્યારેય તેને આટલો ગુસ્સો કરતાં નથી જોયો. મને નથી લાગતું કે તેણે મેદાન પર જવાની જરૂર હતી. ત્યાં હાજર બે બેટ્સમેન પહેલાંથી જ અમ્પાયર ને પુછી રહ્યા હતા કે નો-બોલ છે કે નહીં.
ધોની ઘણો સસ્તામાં છૂટી ગયો. તેની પર એક અથવા બે મેચોનો પ્રતિબંધ લાગવો જોઇતો હતો. આવામાં તો કોઈપણ કેપ્ટન કાળે મેદાન પર જતો રહેશે અને અમ્પાયરને પ્રશ્નો કરવા લાગશે. પછી અમ્પાયરનું મહત્વ શું રહેશે? આ માટે મને લાગે છે કે તેને સસ્તામાં છોડી દેવામાં આવ્યો તેવું વિરેન્દ્ર સેહવાગે જણાવ્યું હતું.
આવું નહોતું થવું જોઇતુ. ઓછામાં ઓછું એક એક્ઝામ્પલ સેટ કરવું જોઇતું હતું. મેચ રેફરીએ એ નક્કી કરવું જોઇતું હતું કે જ્યારે અમ્પાયર અંદર હોય તો તે નક્કી કરે કે ત્યાં શું થશે ના કે કોઈ બહારથી આવીને કંઇ કરે. ઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન વોએ પણ સેહવાગની વાત પર સંમતિ દર્શાવી છે.