વિરેન્દ્ર સેહવાગે પોતાની પસંદગીની વર્લ્ડકપ ટીમમાં અંબાતી રાયૂડુને બહાર કરી દીધો છે. સાથે જ સેહવાગે આર.અશ્વિનને પણ બહારનો રસ્તો બતાવ્યો છે. સેહવાગે 2015 વર્લ્ડકપની યાદીમાંથી સ્ટુઅર્ટ બિન્ની, ઉમેશ યાદવ અને અંબાતી રાયૂડુને બહાર કરી તેમની જગ્યાએ વિજય શંકર, લોકેશ રાહુલ અને રિષભ પંત પર વિશ્વાસ બતાવ્યો છે. લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી ઝઝુમી રહેલા લોકેશ રાહુલ પણ સેહવાગનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે.
2019ના વર્લ્ડકપ માટે સેહવાગની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસકેપ્ટન), શિખર ધવન,એમએસ ધોની,રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કેદાર જાધવ, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વિજય શંકર, જસપ્રિત બુમરાહ,રિષભ પંત