નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પત્ની આરતી સેહવાગે સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનર રોહિત કક્કર સહીત આઠ સામે 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આરતીનો આરોપ છે કે દિલ્હીના ઓશોક વિહાર સ્થિત રોહિત કક્કરે તેના બોગસ હસ્તાક્ષરોથી 4.5 કરોડ રૂપિયા લોન લીધી હતી. આરતી રોહિત સાથે એક કૃષિ આધારિત કંપનીમાં બિઝનેસ પાર્ટનર બની હતી. આરતી અને રોહિત સહિત આ ફર્મમાં અન્ય 6 લોકો પાર્ટનર હતા. આરતીનો આરોપ છે કે આ લોકોએ સાથે મળીને તેમની સાથે સાડા ચાર કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યો છે.


આરતીનું કહેવું છે કે આ લોકોએ તેમની જાણ બહાર તેના નામનો ઉપયોગ કરીને બીજી ફર્મ બિલ્ડર કંપની પાસેથી 4.5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. અને આરતીની બોગસ સહી પણ કરી હતી.

આરતીનો આક્ષેપ છે કે જ્યારે પાર્ટનર બની હતી ત્યારે એ નક્કી કર્યું હતું કે તેમની મંજૂરી વગર કોઈ પણ કામ નહીં થાય. જો કે આરતી સેહવાગની ફરિયાદ પર દિલ્હી પોલીસે ઇઓડબલ્યૂ સેલે આરોપીઓ વિરુદ્ધ 420 ધારા અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.