નવી દિલ્લી: પોતાના અનોખા અને ચુટીલે અંદાજમાં ટ્વિટ કરવા માટે સુખિર્યોમાં રહેનાર ટીમ ઈંડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેંદ્ર સેહવાગે દિગ્ગજ કલાત્મક બેટ્સમેન વી.વી એસ લક્ષ્મણને પોતાના મઝાકિયા અંદાજમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

વીરૂએ ટ્વિટર પર ‘વૈરી વૈરી સ્પેશિયલ’ લક્ષ્મણના 42મા જન્મદિવસ પર તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

‘મુલ્તાનના સુલ્તાન’થી ટ્વિટરના સુલ્તાન’ના નામથી જાણીતા સહેવાગે ટ્વિટ કર્યું, ‘જન્મદિવસ મુબારક લક્ષ્મણ.. જો વંગીપુરપ્પુ વેંકટ સાઈ લક્ષ્મણ ‘શોલે’માં હોત તો, ગબ્બર કહેત કે આ કલાઈ હમકો દે દે લક્ષ્મણ’.

સહેવાગ આના પહેલા ઘણા ક્રિકેટરોને પોતાના અનોખા અંદાજમાં જન્મદિવસની શુભકામનાઓ આપી ચૂક્યો છે. તેને પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનને જ્ઞાન બાબા કહ્યા તો ક્યારેક ટી-20 વિશ્વકપનો હીરો રહેલા જોગિંદર શર્માને ‘જોગ જોગ જિયો’ કહ્યા પછી ટ્વિટર પર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.

હાલમાંજ સેહવાગની સાથે બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગનની સાથે થયેલા ટ્વિટર વિવાદ પણ અહેવાલોમાં છવાયેલો રહ્યો હતો.