ક્રિકેટની દુનિયાના આ દિગ્ગજે કહ્યું- 2019નો વર્લ્ડકપ તો આ બે ટીમોમાંથી એક જ જીતશે, જાણો વિગતે
ઉપરાંત વિવિયન રિચર્ડ્સે કહ્યું કે, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પણ શાનદાર ટીમ છે, તે ગમે ત્યારે કમબેક કરીને જબરદસ્ત ફોર્મ મેળવી શકે છે.
સામાન્ય રીતે વનડે સિમિત ઓવરોનું પ્લેટફોર્મ હોવાથી જે ટીમનો દિવસ સારો હોય તે બાજી મારી જાય છે. ઉલ્લેખનીય છે કે, તેમને પોતાની ટીમ વેસ્ટ ઇન્ડિઝને નબળી ગણાવી હતી.
વિવિયન રિચર્ડ્સે ગુરુવારે કહ્યું કે, વનડે એ સિમિત ઓવરોનું પ્લેટફોર્મ છે, આમાં કોઇપણ ટીમ ગમે ત્યારે બાજી મારી જાય છે. તેમને કહ્યું હાલમાં યજમાન ઇંગ્લેન્ડ સારી રમત બતાવી રહ્યું.
નવી દિલ્હીઃ આગામી વર્લ્ડકપ 2019માં રમાવવાનો છે, આ માટે ક્રિકેટની દુનિયામાં અનેક તર્ક-વિતર્ક રચાઇ રહ્યાં છે કઇ ટીમ પ્રબળ દાવેદાર છે. અહીં વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર વિવિયન રિચર્ડ્સે ગુરવારે 2019ના વનડે વર્લ્ડકપને લઇને મોટુ નિવેદન આપ્યુ હતું.
તેમને કહ્યુ કે ઇંગ્લેન્ડ ઉપરાંત ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આગામી વર્લ્ડકપ 2019 જીતવાના પ્રબળ દાવેદારોમાંના એક છે. જોકે, હાલની રમત જોઇએ તો ભારત અને ઇંગ્લેન્ડ જ વર્લ્ડકપ જીતી શકે છે.