ભારત સામે ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રમશે આ ખેલાડી, ISIS અને તાલિબાનોએ ઘર પર કરી રાખ્યો છે કબજો, જાણો વિગત
મેદાન પર ક્રિકેટની ટિપ્સ મેળવતો મોમંદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવફાદાર મોમંદ માત્ર 3 ફર્સ્ટ ક્લાસ, 5 લિસ્ટ એ અને 6 ટી20 મેચોનો અનુભવ ધરાવે છે. પરંતુ તેની ઘાતક બોલિંગને જોઈ પસંદગીકારોએ ભારત સામેની ટીમમાં તેને સ્થાન આપ્યું છે.
ઘરેલુ ટુર્નામેન્ટમાં મોમંદ અનેક ટ્રોફી જીતી ચૂક્યો છે.
અફઘાનિસ્તાનની ટેસ્ટ ટીમમાં સ્થાન પામેલો 18 વર્ષીય ફાસ્ટ બોલર વફાદાર મોમંદ 140 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી બોલ ફેંકે છે. તે અફઘાનિસ્તાનમાં તેની બોલિંગને લઈ ઘણો જાણીતો છે.
લાઘમાન પ્રાંત અફઘાનિસ્તાનનો એવો હિસ્સો છે જે હજુ તાલિબાન અને આઈએસઆઈએસના કબજામાંથી આઝાદ થઈ શક્યો નથી. આ વિસ્તારકમાં હજુ પણ સુરક્ષાદળ અને ખૂંખાર આતંકીઓ વચ્ચે સંઘર્ષ થાય છે.
મોહમ્મદ ટીમનો એવો ખેલાડી છે જેનું ઘર હજુ પણ આતંકવાદીઓના કબજામાં છે. અહીંયા રોજ પોલીસ અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહી છે. 1 ફેબ્રુઆરી, 2000ના રોજ અફઘાનિસ્તાનના લાઘમાન પ્રાંતમાં જન્મેલા મોમંદનું ઘર હજુ પણ આતંકી સંગઠન ISISના કબજામાં છે.
નવી દિલ્હીઃ આગામી મહિને 14 જૂનના રોજ અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે તેનું ડેબ્યૂ કરશે. અફઘાનિસ્તાને ભારત સામે ટેસ્ટ ક્રિકેટની જાહેર કરેલી ટીમમાં યુવા બોલર વફાદાર મોમંદની ચર્ચા ક્રિકેટ સિવાય અન્ય વાતોને લઈ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -