ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામે ક્યાં રમવા મોદી સરકારની માંગી મંજૂરી? જાણો વિગત
બીસીસીઆઇ આ શ્રેણી સપ્ટેમ્બર-નવેમ્બરમાં યોજવા ઇચ્છે છે. મળતા અહેવાલો મુજબ બોર્ડ નવેમ્બરમાં ભારતના દ.આફ્રિકાના પ્રવાસ પહેલા દુબઇમાં એક નાની શ્રેણી ઇચ્છે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રાલય પાસે પરવાનગી માંગવામાં આવી છે. જો કે ગયા વર્ષે બંને દેશોના સંબંધોમાં ઘણુ ટેન્શન રહ્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે બીસીસીઆઇએ સરકારની મંજૂરી માટે ગૃહ મંત્રાલયનો સંપર્ક સાધ્યો છે. આથી એવો અંદાજ લગાવી શકાય કે, આ વખતે ભારતીય ટીમ દુબઇમાં પાકિસ્તાન સાથે એક શ્રેણી રમી શકે છે. અત્રે એ નોંધનીય છે કે દુબઇ પાકિસ્તાનનું હોમ ગ્રાઉન્ડ માનવામાં આવે છે.
જો કે એફટીપી સમજુતીને પણ પુરી કરવાની છે તેથી બીસીસીઆઇ પાકિસ્તાન સાથે દુબઇમાં રમવા ઇચ્છે છે પરંતુ બીસીસીઆઇ ત્યાં સીધુ કંઈ કરી ન શકે જયાં સુધી ભારત સરકાર આ પ્રવાસને મંજુરી ન આપે. સરકાર પરવાનગી આપશે કે નહી? તે હજુ નક્કી નથી.
આ પહેલા શશાંક મનોહરના વડપણમાં બીસીસીઆઇ ર૦૧૬માં એક નાની શ્રેણી માટે પાકિસ્તાનને બોલાવવા માંગતુ હતુ પરંતુ બંને દેશો વચ્ચેના વિવાદ, ચિંતા અને ભારતીય જમીન ઉપર થયેલા ત્રાસવાદી હુમલાને કારણે સરકારે મંજુરી આપી ન હતી.
નવી દિલ્હીઃ ચાલુ વર્ષના અંતમાં ભારતીય ક્રિકેટ ટીમ દુબઈમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકે છે. બીસીસીઆઈ ઈચ્છે છે કે, બન્ને દેશોની વચ્ચે ક્રિકેટ મેચ રમાય અને તેના માટે સરકાર પાસે મંજૂરી માગવામાં આવી છે. બીસીસીઆઇએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને ર૦૧૪માં થયેલા 'ફયુચર ટુર એન્ડ પ્રોગ્રામ (એફટીપી)' સમજુતી હેઠળ પોતાની જવાબદારી પુરી કરવા માટે પાકિસ્તાન સાથે રમવાની પરવાનગી માંગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -