ભારતીય ક્રિકેટના નવા સ્ટાર વોશિંગ્ટન સુંદરમાં છે આ શારીરિક ખોડ, જાણીને ચોંકી જશો
વોશિંગ્ટન સુંદર બોલિંગ સાથે સાથે શાનદાર બેટિંગ પણ કરે છે.આ વર્ષે તમિલનાડુ પ્રમિયર લીગમાં તેણે સતત ૪ અર્ધી સદી ફટકારી હતી. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓમાં શામેલ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોશિંગ્ટને કહ્યું હતું કે, ભારતીય ટીમનો ભાગ બનવું એક સપનું છે. મારા પિતા અને પૂર્વ કોચોએ ક્રિકેટર તરીકે મારું કરિયર વધારવામાં મોટી ભૂમિકા નીભાવી.
સુંદર ડાબોડી બેટ્સમેન છે અને લેફ્ટ આર્મથી ઓફ સ્પીન બોલિંગ કરે છે. તેણે આઈપીએલ-૧૦માં રાઈજિંગ પુણે સુપરજાયન્ટમાં ઈજાગ્રસ્ત અશ્વિનના સાથે શામેલ કરાયો હતો.
આ પછી તે ડોક્ટર પાસે ગયો પરંતુ તેનો ઈલાજ ન થયો. વોશિંગ્ટન પોતાની આ ખામી સાથે જ ભારતીય ટીમનો હિસ્સો બની ગયો.
વોશિંગ્ટન સુંદરે પોતાની એક કમજોરી હોવા છતા ટીમ ઈન્ડિયા સુધીનું સફર કાપ્યું. વોશિંગ્ટનને એક કાનથી સંભળાતું નથી. સુંદર જ્યારે ૪-૫ વર્ષનો હતો ત્યારેથી તેણે પોતાની આ કમજોરી વિશે માતા-પિતાને જણાવ્યું.
આ પહેલા શ્રીલંકા સામેની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવેલા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પોતાના કરિયરને શાનદાર રૂપ આપવા માટે પિતા અને પૂર્વ કોચનો આભાર માન્યો હતો.
મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ જીતતાની સાથે જ યુવા ખેલાડી વોશિંટન સુંદરે પાકિસ્તાનના દિગ્ગજ પુર્વ ફાસ્ટ બોલર વકાર યૂનિસનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. મહત્વની વાત એ છે કે વોશિંટન સુંદર એક કાનેથી ઓછું સાંભળે છે તેવા સમયે તેને શાનદાર પ્રદર્શન કરતા તમામ લોકો તેની આ સિદ્ધીને બિરદાવી રહ્યા છે.
નવી દિલ્હીઃ નિદાહાસ ટી20 ટ્રોફીમાં પોતાના શાનદાર પ્રદર્શનના જોરે મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ જીતી વોશિંગ્ટન સુંદરે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમના આ યુવા ઓલરાઉન્ડર માટે નિદાહસ ટ્રોફી ખુબ જ યાદગાર ટૂર્નામેન્ટ ગણી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -