વલસાડમાં લવજેહાદ: બેવફા પત્નીનો કેટલા લાખ લઈને પ્રેમી સાથે દુબઈ ભાગવાનો હતો પ્લાન, જાણો વિગત
ત્યાર બાદમાં વાપી પોલીસે મુંબઈ પોલીસની મદદથી તપાસ કરતા તેમનું મુંબઈ એરપોર્ટનું લોકેશન ટ્રેસ થયું હતું જેથી તાબડતોબ એરપોર્ટ પર પહોંચતાં આ બન્ને પ્રેમી-પંખીડા વિમાનમાં બેસે તેની માંડ પંદર મિનિટ પહેલા જ ઝડપી લીધા હતાં. સોમવારે બન્નેને વાપી લવાતાં સમાજના સેંકડો લોકોએ લવજેહાદ મામલે મોડી રાત સુધી હોબાળો મચાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાપી ચલામાં રહેતી અને વલસાડ પરણેલી ભાનુશાલી સમાજની 23 વર્ષિય યુવતી રવિવારે પોતાના માતા-પિતાને મળવા માટે વાપી જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી. જોકે મોડે સુધી તે પરત ન ફરતા સાસરિયાઓએ તેની તપાસ કરતાં તેનો મોબાઇલ ફોન પર મરાઠી ભાષામાં કેસેટ વાગતી હતી, જેથી શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
યુવતીના ગયા બાદ લોકટોળા પોલીસ સ્ટેશનથી ધીમે ધીમે ખાલી થતા વાપી પોલીસ મુસ્લિમ યુવકને વધુ તપાસ માટે મુંબઇ લઇ ગઇ હતી. વાપી ટાઉન પોલીસથી ત્રણ પીએસઆઇ અને 15 કોન્સ્ટેબલની ત્રણ ટીમ મુંબઇ જવા માટે રવાના થઇ છે. યુવક ક્યાં કામ કરતો હતો વગેરે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસે વાપી ભાનુશાલી સમાજની કથિત અપહરણ કરાયેલી યુવતી અને મુસ્લિમ યુવકને મુંબઇથી લઈ આવ્યા બાદ પોલીસ સ્ટેશનની બહાર સમાજના અગ્રણીઓ સહિત હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. મોડી રાત્રે મુસ્લિમ યુવાનને લઇ વાપી પોલીસની ત્રણ ટીમ મુંબઇમાં વધુ તપાસ કરવા માટે રવાના થઇ હતી.
પોલીસ તેમનો કબજો લઈ વાપી પરત ફરી હતી. આ કેસમાં યુવતીના પતિએ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પત્ની અને અને મુંબઈ રહેતા સલમાન ઉશ્માન શેખે એક બીજાના મેળાપીપણામાં કાવતરૂ રચ્યું હતું.
હોસ્પિટલમાંથી તે ચાવી લઈને તેના ઘરે પહોંચી હતી. ત્યાર બાદ યુવતી તેના ઘરેથી રોકડા રૂપિયા અને દાગીના લઈ મુંબઈ ભાગી ગઈ હતી. મુંબઈનો સલમાન ઉસ્માન શેખ અને વાપીની યુવતી બંને દુબઈ જવાની તૈયારીમાં એરપોર્ટ પર બેઠા હતા, ત્યારે જ પોલીસે આ બંને પ્રેમી પંખીડાને ઝડપી પાડ્યા હતા.
વાપીના ચલામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા કીર્તિભાઈ કટારિયાની દિકરીના લગ્ન ત્રણ મહિના પહેલા વલસાડના તિથલરોડ પર પ્રમુખપાર્કના મૈયા બંગલોમાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતીના પિતાની તબિયત સારી ન હોવાથી તે વાપી હોસ્પિટલમાં તેના પિતાને મળવા ગઈ હતી.
વલસાડ: વાપીના ચલામાં રહેતી અને વલસાડના તિથલરોડ પર પરણાવેલી ભાનુશાલી સમાજની પરિણીતા સાસરેથી રોકડા રૂપિયા 98 લાખ થેલામાં ભરીને લઈ ગઈ હોવાથી તેના પતિએ વલસાડમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવક અને યુવતી દુબઈ ભાગી જવાના હતા જોકે વાપી પોલીસે મુંબઈ પોલીસને જાણ કરતાં જ મુંબઈ પોલીસ એરપોર્ટ પરથી પકડી લાવી હતી. જ્યારે વલસાડ પોલીસ સ્ટેશને ભાનુશાલી સમાજે આ ઘટનાને લઈને હંગામો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -