કઇ વાતને લઇને વસીમ અકરમે પાકિસ્તાનીઓને જ ઝાટક્યા, ટ્વીટ કરીને કાઢ્યો ગુસ્સો
abpasmita.in | 17 Sep 2019 01:59 PM (IST)
દેશના નાયકો અને રમતવીરો સાથે દેશવાસીઓ ખુદ ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે, આ વાતને લઇને વસીમ અકરમે ખુદ પોતાના દેશવાસીઓને આડેહાથે લીધા હતા
નવી દિલ્હીઃ પાકિસ્તાનીઓની માનસિકતા દિવસે દિવસે છતી થઇ રહી છે. તાજેતરમાં જ વિદેશમાં પોતાના દેશ માટે બૉક્સિંગ જીતીને પોતાના વતન પરત ફરેલા બૉક્સરે પાકિસ્તાનીઓને લઇને એક ટ્વીટ કર્યુ, જેનો જવાબ વસીમ અકરમે આપ્યો હતો. વસીમ અકરમે પોતાના દેશના લોકો પર ગુસ્સે થઇને આ ટ્વીટ કર્યુ હતુ. ખરેખરમાં વાત એમ છે કે, ગયા અઠવાડિયે વિદેશમાં પોતાના દેશ માટે બૉક્સિંગ જીતીને પાકિસ્તાન પોતાના વતનમાં પરત ફરેલા પાકિસ્તાની બૉક્સર મુહમ્મદ વસીમે એક ટ્વીટ કર્યુ હતુ. બૉક્સરે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, હુ મારા દેશ માટે બૉક્સિંગ જીત્યો છતાં એરપોર્ટ પર મને આવકારવા સરકાર કે સ્પોર્ટ્સ ઓથોરિટીના કોઇ આવ્યા નહીં. મને દુઃખ છે કે મારા દેશની હાલત ખરાબ છે. બૉક્સરે પાકિસ્તાનીઓ પર પોતાની ભડાશ કાઢી. હવે બૉક્સરના આ ટ્વીટનો જવાબ આપતા પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે લખ્યું કે હું આખા દેશ વતી તમારી માફી માંગુ છું, આપણા દેશના લોકોને જગાડવાની કોશિશ કરી પણ નથી જાગતા. આપણા દેશના લોકો દેશના નાયકો પાસે કેવો વ્યવહાર કરવો જોઇએ તે નથી જાણતા. હવે નેક્સ્ટ ટાઇમ હું તમને લેવા એરપોર્ટ પર આવીશ, જીત માટે ખુબ ખુબ ધન્યવાદ ઉલ્લેખનીય છે કે, દેશના નાયકો અને રમતવીરો સાથે દેશવાસીઓ ખુદ ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે, આ વાતને લઇને વસીમ અકરમે ખુદ પોતાના દેશવાસીઓને આડેહાથે લીધા હતા.