ટીમ ઈન્ડિયાના કયા ફાસ્ટ બોલરની વસીમ અકરમે બે મોઢે કરી પ્રશંસા, જાણો કેમ
સ્વિંગના સુલ્તાનના નામથી ઓળખાતા જાણીતા બોલરે કહ્યું કે, વન-ડે વર્લ્ડકપ દરમિયાન અંતિમ ઓવરોમાં તે અંતર પેદા કરશે. બુમરાહની બોલિંગ એક્શન ખુબ જ શાનદાર છે. બીજા ઝડપી બોલરોથી બિલકુલ અલગ એક્શન હોવા છતાં પણ તે બોલને સ્વિંગ કરે છે અને પીચ પર ટપ્પી પડ્યા બાદ પણ તેનો બોલ ઝડપથી બેટ પર આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે પહેલી વખત ટેસ્ટ સીરિઝમાં જીત હાંસલ કરી હતી તેમાં બુમરાહનું મહત્વપૂર્ણ યોગદાન છે. અકરમે વધુમાં કહ્યું હતું કે, હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહેલા ક્રિકેટરોમાં જસપ્રીત બુમરાહના યોર્કર સૌથી સટીક અને સર્વશ્રેષ્ઠ છે.
ઝડપી બોલરોમાં જેની ગણતરી થાય છે તેવા પાકિસ્તાનના વસીમ અકરમે ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની બે મોઢે પ્રશંસા કરી હતી. અકરમે કહ્યું હતું કે, હાલના ક્રિકેટરોમાં બુમરાહના યોર્કર સૌથી સટીક છે. અકરમ પોતાના જમાનામાં સૌથી સટીક યોર્કર ફેંકવામાં જાણીતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -