નવી દિલ્હીઃ વર્લ્ડકપના 10માં મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડીઝની સામે 289 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 79 રન પર જ અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.



સ્ટીવ સ્મિથે દમદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા નિભાવી. જોકે સ્ટીવ સ્મિથનો કેચ ઓશાને થૉમસના બોલ પર શેલ્ડન કૉટરેલે ઝડપી પાડ્યો. જેને વર્લ્ડકપનો અત્યાર સુધીનો સૌથી શાનદાર કેચ ગણવામાં આવી રહ્યો છે.



એક સમયે ઓસ્ટ્રેલિયાની 79 રનમાં 5 વિકેટ પડી હતી પરંતુ સ્મિથે સારી બેટિંગ કરી અને ટીમને 200 પાર પહોંચાડી. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલો સ્મિથ 249 રનના સ્કોર પર 7મી વિકેટ પડી હતી. 45મી ઓવરના બીજા બોલ પર સ્મિથનો કેચ કૉટરેલે ઝડપી પાડ્યો. સ્મિથે બેકવર્ડ સ્કવાયર લેગ સાઈડમાં શૉટ રમ્યો હતો જેને દોડીને એક હાથે કૉટરેલે કેચ કરી સ્મિથને આઉટ કર્યો હતો.