નવી દિલ્હીઃ ગઈકાલે વર્લ્ડ 2019ના પોતાના પ્રથમ મેચમાં વેસ્ટઇન્ડીઝે પાકિસ્તાનને 7 વિકેટ કારમી હાર આપી હતી. આ શાનદાર જીતમાં આમ તો વેસ્ટઇન્ડીઝના અનેક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. તેમ છતાં ક્રિસ ગેલે એક રેકોર્ડ પોતાના નામે કર્યો.

વેસ્ટઇન્ડીઝના વિસ્ફોટક સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે વર્લ્ડકપમાં સૌથી વધારે છગ્ગા લગાવનારો બેટ્સમેન બની ગયો છે. તેણે પાકિસ્તાન વિરૂદ્ધ શુક્રવારે રમાયેલ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો છે.



પોતાનો પાંચમો વર્લ્ડકપ રમી રહેલ ગેલે પોતાની 50 રનની ઇનિંગમાં ત્રણ છગ્ગા ફટકાર્યા અને આ રીતે વર્લ્ડકપમાં છગ્ગની સંખ્યા 40ને પાર કરી ગઈ છે.

આ પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે ગેલ અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સના નામે હતો. હવે નિવૃત્તી લઈ ચૂકેલ ડિવિલિયર્સે માત્રે 23 મેચમાં 37 છગ્ગા ફટકાર્યા હતા જ્યારે ગેલની આ 27મી મેચ હતી.