પરંતુ જે ખેલાડી સૌથી વધારે ચર્ચામાં છે તે છે યુજવેન્દ્ર ચહલ. ચહલે શાનદાર સ્પેલ નાંખતા 10 ઓવરમાં માત્ર 51 રન આપ્યા અને 4 વિકેટ ઝડપી હતી. તેની આ શાનદાર બોલિંગથી સાઉથ આફ્રિકાનું મિડલ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ ગયું હતું અને એક મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા.
પરંતુ સૌથી ખાસ વાત એ રહી કે ટીમ ઇન્ડિયા માટે લગભગ 3 વર્ષથી રમી રહેલ ચહલ પ્રથમ વખત વર્લ્ડકપમાં રમવા માટે ઉતર્યા અને પ્રથમ મેચમાં જ રેકોર્ડ બનાવી નાંખ્યો. ભારત માટે વર્લ્ડકપમાં ડેબ્યૂ કરતાં સૌથી વધારે સફલ સ્પેલ ફેંકનાર બીજો બોલર બની ગયા છે. ચહલે સાઉથ આફ્રિકાના ચાર મોટા બેટ્સમેનને આઉટ કર્યા હતા.
આ યાદીમાં મોહમ્મદ શમી 2015માં પ્રથમ મેચ રમતા 35 રન આપીને 4 વિકેટ સાથે ટોપ પર છે. ચહલે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પોતાની 10 ઓવરમાં 4 વિકેટ તો લીધી પરંતુ શમી કરતાં વધારે એટલે કે 51 રન આપ્યા હતા. જ્યારે આ યાદીમાં ત્રીજા સ્થાન પર દેબાશીષ મોહંતી છે જેણે વર્ષ 1999માં કેન્યા વિરૂદ્ધ 56 રન આપીને 4 વિકેટ લીધી હતી.