નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ રમાવવાની છે. પહેલી ટેસ્ટમાં વરસાદી વિઘ્ન નડ્યુ છતાં ભારતે પ્રથમ ટેસ્ટ જીતીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી, હવે આજે બીજી ટેસ્ટ મેચ સબિના પાર્કમાં રમાવવાની છે. અહીંના હવામાન અને વરસાદને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતીય સમયાનુસાર આજની બીજી ટેસ્ટ રાત્રે 8 વાગે શરૂ થશે.


બીજી ટેસ્ટમાં વરસાદ પડશે કે નહીં?
સબિના પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાવવાની છે. અહીં પાંચ દિવસનું વેધર ફૉરકાસ્ટ જોઇએ તો પહેલા ત્રણ દિવસ વરસાદ પડવાની કોઇ સંભાવના નથી, જ્યારે ચોથા દિવસે વરસાદ પડી શકે છે. વળી પાંચમા દિવસે વાતાવારણ ખુલ્લુ રહેવાનું અનુમાન છે. એટલે કહી શકાય કે બીજી ટેસ્ટ મેચમાં વરસાદ વધુ દખલ નહીં આપી શકે.



ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનઃ-- મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.



વેસ્ટ ઇન્ડિઝ પ્લેઇંગ ઇલેવનઃ-- ક્રેગ બ્રેથવેટ, જૉન કેમ્પબેલ, ડેરેન બ્રાવો, રૉસ્ટન ચેજ, શાઇ હૉપ, શિમરૉન હેટમેયર, જેસન હૉલ્ડર, રહકીમ કોર્નવેલ, કીમો પૉલ, કીમર રૉચ, શેનન ગ્રેબ્રિયલ.