નવી દિલ્હીઃ મંગળવારે 9મી જુલાઇએ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે. અપડેટ છે કે વરસાદના કારણે મેચ ધોવાઇ શકે છે. લીગ સ્ટેજની ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ પણ ધોવાઇ ગઇ હતી. શું કહે છે માન્ચેસ્ટનું હવામાન જાણો....


હવામાન વિભાગનો રિપોર્ટ છે કે મંગળવારે માન્ચેસ્ટરમાં વરસાદ પડવાની સંભાવના છે, મેચ ધોવાઇ પણ શકે છે, જોકે, મેચ માટે રિઝર્વ ડે પણ છે.



એક્યૂવેધર ડૉટ કૉમ અનુસાર, માન્ચેસ્ટરમાં 9 થી 10 જુલાઇએ વરસાદની પુરેપુરી સંભાવના છે. ભારતીય સમયાનુસાર 2.30 વાગે ટૉસ થયા પછી વરસાદની સંભાવના છે, લગભગ 40 ટકા સુધી પુરેપુરી શક્યતા છે, જ્યારે 3.30 વાગે 51 ટકા સુધી વરસાદની સંભાવના દેખાઇ રહી છે.



ખરાબ હવામાનને કારણે માન્ચેસ્ટરમાં 10-15 કિલીમીટરની ઝડપે પવન ફૂંકાશે. તાપમાન મેક્સિમમ 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આવામાં ફાસ્ટ બૉલરોને ફાયદો મળી શકે છે.



ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ

ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, જિમી નીશામ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ઇશ સોઢી, લૂક ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ