વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ક્રિકેટરનું થયું અવસાન, અનેક ખેલાડીઓને શીખવાડ્યા હતા ક્રિકેટના પાઠ, જાણો વિગત
abpasmita.in | 07 May 2019 06:36 PM (IST)
1967માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પસંદ થયેલા નર્સને ચોથી ઇનિંગ્સના બેટ્સમેન માનવામાં આવતા હતા. ચોથી ઇનિંગ્સમાં તેમની એવરેજ 72.40 રહી હતી.

બાર્બાડોસઃ આઈસીસી વર્લ્ડ કપ 2019 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તેના મહાન બેટ્સમેન સિમોર નર્સનું લાંબી બિમારી પછી નિધન થયું છે. સોમવારે નર્સે અંતિમ શ્વાસ લીધા હતા. તે 85 વર્ષના હતા. નર્સને શ્રદ્ધાજંલિ આપવા માટે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની વન ડેમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે. નર્સ પોતાની બે જોડીયા પુત્રી સાથે બાર્બાડોસમાં રહેતા હતા. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી ડેસમંડ હેન્સે ફેસબુક પોસ્ટ દ્વારા સિમોર નર્સના નિધનની જાણકારી આપી હતી. ડેસમંડે હેન્સે લખ્યું હતું કે મારા કોચ મારા ગુરુ, અમે બધા આ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ. અમે તેના જેમ ચાલવું, બેટિંગ કરવી અને વાત કરવાનો પ્રયત્ન કરતા હતા. તેમણે જે પણ અમારા માટે કર્યું છે તેનો આભાર. તમારા આત્માને શાંતિ મળે. ચોથી ઈનિંગના બેટ્સમેન તરીકે વિશેષ ઓળખ નર્સે 1960માં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ કર્યું હતું. નર્સે 29 ટેસ્ટમાં 6 સદી અને 10 અડધી સદી ફટકારી હતી. નર્સે ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચ ટેસ્ટમાં 501 રન બનાવ્યા હતા અને 1967માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પસંદ થયા હતા. નર્સને ચોથી ઇનિંગ્સના બેટ્સમેન માનવામાં આવતા હતા. ચોથી ઇનિંગ્સમાં તેમની એવરેજ 72.40 રહી હતી. અનેક ખેલાડીઓને કર્યા તૈયાર નર્સે નિવૃત્તિ લીધા પછી બાર્બાડોસની પસંદગીકાર અને ટીમ મેનેજરની ભૂમિકા નિભાવી હતી. તે બાર્બાડોસ રાષ્ટ્રીય ખેલ પરિષદના કોચ પણ રહ્યા હતા. નર્સની કોચિંગમાં જ વેસ્ટ ઇન્ડીઝને ઘણા મહાન ખેલાડી મળ્યા છે. મેલ્કમ માર્શલ,જોએલ ગાર્નર, રોલેન્ડ હોલ્ડર,શેરવિન કેમ્બલ અને ડ્વેન સ્મિથ જેવા ખેલાડીઓ નર્સ પાસેથી જ ક્રિકેટના પાઠ શીખ્યા હતા. ક્રિકેટરની સાથે ફૂટબોલર હતા સિમોર નર્સ એક શાનદાર ફૂટબોલર પણ હતા. તે બાર્બાડોસની ટીમનો ભાગ પણ રહ્યા હતા. જોકે પગની ઈજાના કારણે તેણે ફૂટબોલ છોડીને ક્રિકેટ અપનાવ્યું હતું. Met Gala 2019: ઈશા અંબાણીનો જોવા મળ્યો Royal અંદાજ, જુઓ તસવીરોવિચિત્ર ડ્રેસ અને હેર સ્ટાઇલના કારણે Troll થઈ બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, યૂઝર્સે કરી ચુડેલ સાથે સરખામણીપ્રિયંકા ગાંધીએ કવિ દિનકરની પંક્તિ ટાંકીને PM મોદી પર શું કર્યો પ્રહાર, જુઓ વીડિયો