વર્લ્ડ કપના એક મેચમાં સોમવારે બાંગ્લાદેશના શાકિબ અલ હસને એવું પ્રદર્શન કર્યું હતું કે, વેસ્ટ ઈન્ડીઝને 7 વિકેટમાં જ ધ્વસ્ત કરી દીધું હતું. વેસ્ટ ઈન્ડીઝના નિકોલસ પૂરનનાએ એક એવો શોર્ટ ફટકાર્યો હતો કે પેવેલિયનમાં બેઠેલા તમામ લોકોની નજર આ શોર્ટ પર ટકી ગઈ હતી.

નિકોલસ પૂરન 12 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે 30મી ઓવરના પહેલાં બોલ પર શોટ ફટકાર્યો અને બોલને હવામાં બાઉન્ડ્રીની પાર પહોંચાડી દીધો હતો. દિલચસ્પ એ રહ્યું હતું કે, તેની આ સિક્સરે સ્ટેડિયમની છત તોડી નાંખી હતી.

રિપ્લેમાં જોવા પર ખબર પડી કે બોલ છતના જે ભાગ પર પડ્યો ત્યાં છતમાં કાણું પડી ગયું હતું. એટલું જ નહીં, આ શોર્ટ બાદ બોલના ચીથરા ઉડી ગયા હતા એટલે કે દોરા પણ બહાર આવી ગયા હતા.

બોલ પેવેલિયનમાંથી પરત આવ્યા બાદ એમ્પાયરે બોલને જોઈને બદલી નાંખ્યો હતો. આ વીડિયો લોકોએ વારંવાર જોઈ રહ્યા છે. નિકોલસ પૂરન એ 30 બોલ પર 1 સિક્સ અને 1 ચોગ્ગો ફટકારી 25 રન બનાવીને શાકિબ અલ હસનની ઓવરમાં આઉટ થઈ ગયો હતો.