વેસ્ટ ઈન્ડિઝના બોલરના આ નો-બોલને કેમ ગણાવાયો નો-બોલ ઓફ ધ સેન્ચુરી? જાણો વિગત
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશની વચ્ચે રમાયેલ ત્રીજા વનડે મેચમાં કેરેબિયન બોલર શેલ્ટન કોટરેલ દ્વારા ફેંકાયેલ એક બોલ ચર્ચાનો વિષય બની ગયો છે. ફાસ્ટ બોલર કોટરેલનો બોલ એવો હતો કે તેને ક્રિકેટ ઈતિહાસનો સૌથી શરમજનક બોલ ગણવામાં આવી રહ્યો છે. કૉટરેલના આ બોલને જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેની ટિકા અને મજાક કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાડ પડવા છતાં રમાયેલ આ મેચમાં વિન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ અંતર્ગત જીત મળી. વિન્ડિઝે ટૉસ જીતી બાંગ્લાદેશને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશે 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગ શરૂ થતા પહેલા વરસાદ પડ્યો જેથી વિન્ડિઝને 11 ઓવર્સમાં 91 રનનો રિવાઈઝ ટાર્ગેટ મળ્યો જેને મેજબાન ટીમે 9.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પાર કરી લીધો.
બાંગ્લાદેશની ઈનિંગની પ્રથમ ઓવરમાં જ વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલર કૉટરેલે આ બોલ ફેંક્યો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે ઓવરના પાંચમો બોલ ફેંક્યો જે તેના હાથમાંથી છટકી બીજી સ્લિપમાં જતો રહ્યો. આ બોલને અમ્પાયરે નો બોલ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -