નવી દિલ્હીઃ આગામી વર્લ્ડકપ 30મેથી શરૂ થઇ રહ્યો છે. દરેક ટીમે પોતાના 15 સભ્યો વાળી ટીમો જાહેર કરી દીધી છે, હવે છેલ્લી ટીમ વેસ્ટ ઇન્ડિઝની જાહેર થઇ છે. આજે વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે 15 સભ્યોને વર્લ્ડકપ ટીમ જાહેર કરી દીધી છે. ખાસ વાત એ છે કે ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.



લગભગ દોઢ વર્ષ બાદના લાંબા સમય બાદ વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલને 15 સભ્યોની વિન્ડીઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં આંદ્રે રસેલ આઇપીએલમાં તાબડતોડ બેટિંગ અને બૉલિંગ કરી રહ્યો છે. અત્યાર સુધી આઇપીએલની 9 મેચોમાં 218ની વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 392 રન બનાવ્યા છે. આ બાદ સિલેક્ટર્સે આંદ્રે રસેલને વર્લ્ડકપ ટીમમાં સ્થાન આપ્યુ છે.


રસેલે વેસ્ટઇન્ડિઝની ટીમ માટે વર્ષ 2018ના જૂલાઇ મહિનામાં છેલ્લી વનડે રમી હતી. ત્યારબાદ તેનું સિલેક્શન સીધુ વર્લ્ડકપ માટે થયુ છે. રસેલ ઉપરાંત ટીમમાં ક્રિસ ગેલ અને યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

વિન્ડિઝની વર્લ્ડકપ ટીમ...
જેસન હોલ્ડર (કેપ્ટન), આંદ્રે રસેલ, એશ્લે નર્સ, કાર્લોસ બ્રેથવેટ, ક્રિસ ગેલ, ડેરેન બ્રાવો, એવિન લુઇસ, ફેબિયન એલન, કીમર રોચ, નિકોલસ પુરન, ઓશાને થોમસ, શાઇ હોપ, શેનન ગેબ્રિયલ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમેયર.