માતાના નિધનના સમાચાર મળવા છતાં રમતો રહ્યો આ ક્રિકેટ, થઈ પ્રશંસા
વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમે રવિવારે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે આ જીત અલ્જારી જોસેફને સમર્પિત કરી છે. જે તેની માતાના નિધન પછી પણ ચોથા દિવસે મેદાનમાં રહ્યો હતો અને ટીમની જીતમાં સામેલ રહ્યો હતો. હોલ્ડરે કહ્યું હતું કે આવું કરવા માટે ઘણી મોટી હિંમતની જરુર પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત એ હતી કે અલ્જારીની માતાનું નિધન થયું હોવા છતા તે ટીમ અને દેશ માટે મેદાનમાં રમવા ઉતર્યો હતો. તે ટીમની જીત મળી ત્યાં સુધી રમતો રહ્યો હતો.
નવી દિલ્હીઃ એન્ટિગુઆમાં ઇંગ્લેન્ડ સામે રમાય રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર અલ્જારી જોસેફની માતાનું નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. ટીમના અન્ય ખેલાડીઓએ અલ્જારી અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મેચના ત્રીજા દિવસે બન્ને ટીમોના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -