Brij Bhushan Singh WFI Resignation: યૌન શોષણનો આરોપ અને જંતર મંતર પર પહેલવાનોના વિરોધ પ્રદર્શન બાદ ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર રાજીનામુ આપવાનુ દબાણ વધી ગયુ છે. ઇન્ડિયા ટુડેના સુત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, રમત મંત્રાલયે ગુરુવારે વૃજભૂષણ શરણ સિંહને અલ્ટીમેટમ આપી દીધુ છે, અને કહ્યું છે કે, તે 24 કલાકમાં રાજીનામુ સોંપી દે. આ પહેલા કેન્દ્રીય રમત મંત્રાલય અનુરાગ ઠાકુર (Anurag Thakur)એ પ્રદર્શનકારી પહેલવાનોની સાથે પોતાના ઘરે એક બેઠક કરી હતી.
કેન્દ્રીય મંત્રીની સાથે ગુરુવારે મોડી સાંજે બેઠમાં બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અને રવિ દહિયા સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરના પહેલવાન અને વિશ્વ ચેમ્પીયનશીપમાં ભારત માટે પદક જીતનારી વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘ (Wrestling Federation Of India)ના અધ્યક્ષ પર મહિલા પહેલવાનોનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે.
રાજીનામુ અને તપાસની માંગ -
નવી દિલ્હીમાં જંતર મંતર પર બેઠેલા પહેલવાનોએ વૃજભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી અને સરકાર પાસે રાષ્ટ્રીય કુસ્તી મહાસંઘને ભંગ કરવાનો આગ્રહ કર્યો છે. પ્રદર્શન શરૂ થયા બાદ રમત, મંત્રાલયે બુધવારે (18 જાન્યુઆરી)એ જ ડબલ્યૂએફઆઇ તરફથી તેમના અધ્યક્ષ પર લાગેલા આરોપો પર સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ હતુ. વળી, ગુરુવારે સમાચાર આવ્યા કે વૃજભૂષણ શરણ સિંહ 22 જાન્યુઆરીએ ઇમર્જન્સી બેઠકમાં અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી શકે છે.
Wrestlers Protest: વિનેશ ફોગાટનો ધડાકો, WFI અધ્યક્ષે અનેક મહિલા ખેલાડીઓનું કર્યું યૌન શોષણ
Vinesh Phogat: દેશની જાણીતિ મહિલા કુસ્તિબાજ વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી છે. વિનેશ ફોગાટે બ્રિજ ભુષણ શરણ સિંહ પર અનેક મહિલા ખેલાડીઓનું શારીરિક શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ દેશના ટોચના કુસ્તીબાજોએ આજે રાજધાની દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.
વિનેશની સાથે અન્ય રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે કુસ્તીબાજ વિનેશ ફોગાટનું કહેવું હતું કે, જ્યાં સુધી પ્રમુખ બદલાશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. બ્રિજ ભૂષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.
ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે, મહિલા કુસ્તીબાજોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુસ્તી સંઘના પ્રમુખે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન બળજબરીથી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકે છે જેથી કરીને ખેલાડી રમી ન શકે. જો કોઇપણ ખેલાડીને કંઇક થશે તો તેના માટે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ જવાબદાર રહેશે. જંતર-મંતર ખાતે આ વિરોધ પ્રદર્શનમાં ઓલિમ્પિક મેડલ જીતનાર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓ સામેલ થયા હતા. લગભગ બે ડઝન કુસ્તીબાજો હડતાળ પર બેઠા હતા.