✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આફ્રિકાના ડી કોકે વોર્નરની પત્નિ વિશે શું કહ્યું કે વોર્નર મારામારી પર આવી ગયા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Mar 2018 10:43 AM (IST)
1

આવું પ્રથમ વખત નથી બન્યું કે કોઈએ વોર્નરની પત્ની કેન્ડિસ પર નિશાન સાધ્યું હોય. એસેજ સીરીઝ દરમિયાન ઇંગ્લેડની ફેન ટીમ બાર્મી-આર્મીએ પણ તેના પર એક ગીત બનાવ્યું હતું. મેચ દરમિયાન બાર્મી આર્મી ગ્રુપ તેના વિરૂદ્ધ એક ગીત ગાઈ રહ્યા હતા જેમાં તેના અફેરનો ઉલ્લેખ હતો.

2

ડેવિડ વોર્નર અને કેન્ડિસે એપ્રિલ 2015માં લગ્ન કર્યા હતા. આ કપલેને બે દીકરી છે. કેન્ડિસે લગ્ન પહેલા એક દીકરીને જન્મ આપ્યો હતો. તેની પ્રથમ દીકરીનો જન્મ 2014માં જ્યારે બીજી દીકરીનો જન્મ 2016માં થયો હતો.

3

ડેવિડ વોર્નરની પત્ની ખૂબ જ સુંદર છે અને ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ પોપ્યુલર પણ છે. કેન્ડિસના લગ્ન પહેલા 6 અફેર રહ્યા છે. તેનું નામ ઓસ્ટ્રેલિયન રગ્બી પ્લેયર, મૈટ હૈનજૈક, જર્મન ફુટબોલર બ્રેટ અનાસ્ટા, ઓસ્ટ્રેલિયન ફુટબોલર ડેવિડ કાર્ની, માર્ક્સ બેગડેટિસ અને મેટ પૂલની સાથે રિલેશન રહ્યા છે.

4

ડેવિડ વોર્નરની પત્નીનું નામ કેન્ડિસ છે. કેન્ડિસ ઓસ્ટ્રેલિયન પ્રોફેશન આયરનવુમન રહી ચૂકી છે. સાથે જ તે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન અને સુપરમોડલ પણ રહી ચૂકી છે. કેન્ડિસ વોર્નરે ટીવી સીરીઝમાં પણ કામ કર્યું છે.

5

મીડિયા અહેવાલ અનુસાર ડી કોકે ડેવિડ વોર્નરની પત્ની કેન્ડીસ વિશે કોઈ વ્યક્તિગત ટીપ્પણી કરી હીત ત્યાર બાદ વોર્નરને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે સાઉથ આફ્રીકાના વિકેટકીપ સાથે ઝઘડો કર્યો.

6

આ મામલે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે સ્પષ્ટતા કરી છે કે, ડી કોકે વોર્નર પર વ્યક્તિગત ટીપ્પણી કરી હતી જેના કારણે તે ગુસ્સામાં આવી ગયો હતો.

7

નવી દિલ્હીઃ ક્રિકેટર વોર્નર અને ડી કૉકની વચ્ચે ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રિયન ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન વોર્નર અને સાઉથ આફ્રિકાના વિકેટકિપર ક્વિન્ટન ડી કૉકનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બન્ને ખેલાડી ધક્કામુક્કી કરતાં દેખાઇ રહ્યાં છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન આ ઘટના ત્યારે બની જ્યારે બ્રેક માટે બન્ને ટીમ પેવેલિયન જઇ રહી હતી. ત્યા વોર્નર અને ડીકૉક ચર્ચા કરવા લાગ્યા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે વોર્નર, ડીકૉક પર હાવી થઇ રહ્યો છે અને જો સાથી ખેલાડીઓ તેને ના રોકતા તો બન્ને મારામારી પર ઉતરી આવતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આફ્રિકાના ડી કોકે વોર્નરની પત્નિ વિશે શું કહ્યું કે વોર્નર મારામારી પર આવી ગયા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.