ઓસ્ટ્રેલિયનો બોલ ટેમ્પરિંગ કરતા કેવી રીતે રંગે હાથ ઝડપાયા, થયો ખુલાસો
તેમણે દોઢ કલાક સુધી ઓસ્ટ્રેલિયાના દરેક ક્રિકેટર પર નજર રાખી. આ દરમિયાન તેમની પકડમાં બેનક્રોફ્ટ આવ્યો હતો. આ પ્રકારની ગ્રાસ ધરાવતી પીચ બોલ સાથે ચેડા કરવામાં આવે કોઈને તેનો ખ્યાલ પણ આવે નહીં તે અશક્ય છે. પાકિસ્તાની પિચ પર દરેક સેન્ટિમીટરે તિરા હોવાને લીધે તેમાં બોલ સાથે ચેડાં કરવામાં આવે તો વધુ ખ્યાલ પણ આવતો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રોડકાસ્ટર્સ કે જેમણે કેમરૂન બેનક્રફ્ટને પીળા કાગળથી બોલને ખરબચડો કરતાં જયો હતો તેમને દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ઓસ્ટ્રેલિયનો દ્વારા બેલ ટેમ્પરિંગ થઈ રહી છે તેની તેમને અગાઉ જાણ કરાઈ હતી. આવી જાણ કરાયા બાદ બ્રોડકાસ્ટરે રંગે હાથ પકડવાનું નક્કી કર્યું હતું.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર અને હાલ કોમેન્ટેટરની ભૂમિકા સંભાળતા ફેન્ની ડી વિલિયર્સે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન બોલર્, 30મી ઓવર અગાઉથી જ બોલને રીવર્સ સ્વિંગ કરવા લાગ્યા હતા અને તેનાથી મને શંકા ગઈ હતી. અમે અમારા કેમેરામેનને સૂચના આપી કે ઓસ્ટ્રેલિયાની બોલ સાથે કંઈ ચેડા કરી રહ્યા છે કે કેમ તેની તપાસ કરે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ કેપ ટાઉનમાં સીરીઝના ત્રીજા ટેસ્ટમાં મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાન ટીમના યુવા ખેલાડી કેમરન બેનક્રોફ્ટ બોલ પર ટેપ દ્વારા છેડછાડ કરતાં જોવા મળ્યો હતો. આ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરે રાજીનામું આપી દીધું હતું. આઈસીસીએ સ્મિથને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો હતો સાથે જ તેના પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બેનક્રોફ્ટ પર મેચ ફીના 75 ટકા દંડ લગાવ્યો અને તેને 3 ડીમેરિટ પોઈન્ટ પણ આપવામં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -