વિરાટ કોહલી ક્રિકેટમાંથી 'બ્રેક' લઈ અનુષ્કા શર્માને પરણશે, જાણો ક્યારે છે લગ્ન? વિરાટ કેટલી મેચો નહીં રમે?
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે રહાણેને વાઇસ કેપ્ટન બનાવાયો છે. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ બંનેને વન ડે, ટ્વેન્ટી૨૦ ટીમમાંથી ફરી બાકાત રાખવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણેય ટ્વેન્ટી૨૦ માટે પણ અશ્વિન જાડેજાની પસંદગી કરાઇ નથી.
કોહલીની ગેરહાજરીમાં રહાણે ટેસ્ટ ટીમનું જ્યારે રોહિત શર્મા વન ડે, ટ્વેન્ટી૨૦ ટીમની આગેવાની સંભાળશે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડે બાદ જણાવ્યું હતું કે, 'ભારતીય ક્રિકેટ ટીમનું શેડયૂલ ખૂબ જ વ્યસ્ત છે અને તેના અંગે ભવિષ્યમાં ચોક્કસપણે વિચાર કરવો પડશે.'
શ્રીલંકા સામેની શ્રેણી પૂરી થયાના ચાર દિવસ બાદ ભારતને દક્ષિણ આફ્રિકા પ્રવાસે જવાનું છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'કોહલી અંગત કારણોને લીધે ડિસેમ્બરમાં રમાનારી એકપણ મેચમાં રમવા માગતો નથી. કોહલીના આ પ્રસ્તાવને અમે સ્વિકારી લીધો છે.'
વિરાટ કોહલી ડીસેમ્બરમાં અનુષ્કા શર્મા જોડે લગ્ન કરવા માગે છે તેથી તેણે પોતાને ટીમમાં નહીં લેવા વિનંતી કરી છે. વિરાટ કોહલીની આ માગણીને ધ્યાનમાં રાખીને જ પસંદગીકારોએ પ્રથમ બે ટેસ્ટ માટે જ ભારતીય ટીમની જાહેરાત કરી છે. આમ, કોહલી શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટ, ત્રણ વન ડે, ત્રણ ટ્વેન્ટી૨૦માં ભાગ લેશે નહીં.
વિરાટ કોહલીએે સામે ચાલીને 'બ્રેક' માગ્યો હોવાના સમાચાર છે. કેપ્ટન વિરાટ કોહલીએ 'અંગત કારણ'થી ડિસેમ્બરમાં શ્રીલંકા સામે રમાનારી મેચમાં રમવાથી બ્રેક માગ્યો છે. ખ્યાતનામ અભિનેત્રી અને લાંબા સમયની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે પ્રભુતામાં પગલા પાડવા જઇ રહ્યો હોવાથી કોહલીએ બ્રેકની માગણી કરી છે.
મુંબઈઃ ભારત શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ ૧૬ નવેમ્બરથી થશે. આ ટેસ્ટ શ્રેણી માટેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત કરી તેના કારણે આશ્ચર્ય સર્જાયું છે. વિરાટ કોહલીને પણ બે ટેસ્ટ માટે જ કેપ્ટન બનાવાયો છે તેના કારણે વદારે આશ્ચર્ય થયું છે. જો કે આ જાહેરાત માટે કોહલી જ જવાબદાર છે.