કરુણ નાયરને વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમમાં ના સમાવતા સિલેક્શન કમિટી પર ભડક્યો ભજ્જી, વાંચો શું કહ્યું
હરભજને પ્રશ્ન કર્યો કે, જો હનુમા વિહારી વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીઝમાં સફળ નહી થતો, તો તમે શું કરશે? કોઇપણ ખેલાડી માટે, જોકે હુ એવું નથી ઇચ્છતો. ભજ્જીએ કહ્યું કે, જો વિહારી સક્સેસ નથી થતો તો નાયરને સિલેક્ટ કરવામાં આવશે, આવામાં શુ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે આત્મવિશ્વાસથી ભરેલો હશે. ભજ્જી આશા વ્યક્ત કરી કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ સિલેક્શન સાથે જોડાયેલા બધા લોકો સુધરી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને કહ્યું કે અલગ અલગ ખેલાડીઓની પસંદગી માટે અલગ અલગ માપદંડો અપનાવવામાં આવી રહ્યાં છે. કેટલાક ખેલાડીઓ એવા છે જેને સફળ થવા માટે કેટલાય મોકા આપવામાં આવે છે, જ્યારે બીજાઓને અસફળ થવા માટે પણ મોકો નથી આપવામાં આવતો, આ બરાબર નથી.
હરભજને ટ્વીટ કરીને રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ ના કરવાને લઇને પણ સવાલ ઉઠાવ્યો હતો. ભજ્જીનું માનવુ છે કે નેશનલ ટીમની પસંદગી માટે આ સિલેક્શન કમિટી જે રીતે પસંદગીના માપદંડો અપનાવી રહી છે, જેનાથી તેમના વિચાર પર મને દયા આવે છે. વધુમાં તેને કહ્યુ હું ભજ્જીના દર્દને સમજી શકુ છુ, તે ટેસ્ટ ક્રિકેટમાં વિરેન્દ્ર સહેવાગ બાદ ત્રિપલ સેન્ચૂરી લગાવવા વારો બીજો ભારતીય ક્રિકેટર છે.
હરભજને મંગળવારે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ એવુ રહસ્ય છે જેને સૉલ્વ કરવાની જરૂરિયાત છે. ત્રણ મહિના સુધી બેન્ચ પર બેસી રહેલો ખેલાડી એટલો ખરાબ કઇ રીતે હોઇ શકે કે તે ટીમમાં રહેવાના લાયક ના થાય.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર રહી ચૂકેલા હરભજન સિંહે ફરી એકવખત એમએસકે પ્રસાદના નેતૃત્વ વાળી નેશનલ સિલેક્શન કમિટી પર કૉમેન્ટ કરી, તેને કહ્યું નેશનલ ટીમ સેલક્શનના માપદંડો મારી સમજની બહાર છે. સિલેક્ટર્સે આફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમનો ભાગ રહેલા કરુણ નાયરને પ્લેઇંગ-11માં મોકો આપ્યા વિનાજ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -