PKL 2021: આજથી બેંગ્લુરુના ગ્રાઉન્ડ પર ફરી એકવાર કબડ્ડી કબડ્ડીની બૂમો સાંભળવા મળશે, પરંતુ ખાસ વાત છે કે, આ વખતે દર્શકો વિના જ મેચો રમાવવાની છે, જેથી દર્શકો સ્ટેડિયમમાં જઇને આનો લાભ નહીં લઇ શકે. પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)નુ કાઉન્ટડાઉન પુરુ થઇ ચૂક્યુ છે. આ રોમાંચક લીગની આઠમી સિઝન બુધવારે એટલે કે આજથી શરૂ થઇ જશે. આજથી એકવાર ફરીથી 12 ટીમો આ ખિતાબ માટે દાંવ પેચ લગાવતી દેખાશે. જાણો કબડ્ડીનો રોમાંચ તમે સ્ટેડિયમમાં ગયા વિના ક્યાંથી લઇ શકશો..............
આજથી કબડ્ડીનો મહાસંગ્રામ શરૂ, કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ, જાણો..........
ક્યાં રમાશે મેચો?
અત્યાર સુધી પ્રૉ કબડ્ડી લીગની મેચો દેશના અલગ અલગ શહેરોમાં આયોજિત કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે તમામ મેચો બેંગ્લુરુમાં જ રમાશે.
ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ ?
પ્રૉ કબડ્ડી લીગની તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પરથી રાત્રે 7.30 વાગ્યાથી જોઇ શકાશે. આ ઉપરાંત તમે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પરથી પણ લાઇવ જોઇ શકશો.
પહેલા દિવસે આ ત્રણ મેચો રમાશે-
1. પહેલી મેચે બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls) અને યૂ મુમ્બા (U Mumba)ની વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
2. કબડ્ડીની બીજી મેચ તેલુગુ ટાઇટન્સ (Telugu Titans) અને તામિલ થલાઇવાજ (Tamil Thalaivas)ની વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે.
3. પ્રૉ કબડ્ડી લીગની ત્રીજી મેચમાં બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors) અને યુપી યૌદ્ધા (UP Yoddha)ની વચ્ચે ટક્કર જોવા મળશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થશે.
સૌથી વધુ સક્સેસ પટના પાઇરેટ્સ
પ્રૉ કબડ્ડી લીગમાં અત્યાર સુધી કુલ 5 ટીમો ખિતાબ જીતી ચૂકી છે. આમાં સૌથી સક્સેસ પટના પાઇરેટ્સ રહી છે, પટના પાઇરેટ્સે સર્વાધિક ત્રણ વાર ટાઇટલ પોતાના નામે કર્યુ છે. જ્યારે જયપુર પિન્ક પેન્થર્સ, યૂ મુમ્બા, બેંગ્લુરુ બુલ્સ અને બંગાળ વૉરિએર્સ એક-એક ટ્રૉફી જીતી શકી છે.
2014થી થઇ છે લીગની શરૂઆત
આ વખતે સિઝનને કઇ ટીમ જીતશે એ તો ભવિષ્ય જ નક્કી કરશે. પરંતં હવે જ્યારે 2014માં આ લીગની શરૂઆત થઇ હતી તે દરમિયાન કોઇ ન હતુ જાણતુ કે આટલી બધી પ્રસિદ્ધિ મળશે. 8 ટીમો સાથે આ લીગની શરૂઆત થઇ હતી, અને હવે આમાં 12 ટીમે અત્યારે રમી રહી છે. એટલુ જ નહીં ખેલાડીઓની સેલેરી પણ કરોડો રૂપિયામાં મળી રહી છે.