કોલકાતાઃ કિંગખાન શાહરૂખે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શાહરૂખે કહ્યુ કે, જ્યારે તેની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) વિજેતા બની ત્યારે હું છત પરથી કૂદવાનો હતો. પરંતુ આ દરમિયાન મારી દીકરી સુહાનાએ મને બચાવ્યો હતો.

શાહરૂખ ખાને જણાવ્યું કે, મારી ટીમ આઈપીએલ જીતી છે તે માનવું ખરેખર અકલ્પનીય હતું. એક ઘટનાને યાદ કરતાં કહ્યું, જ્યારે અમે પહેલી મેચ જીત્યા ત્યારે હું બાલકનીમાંથી કૂદવાની તૈયારી કરતો હતો, પણ મારી દીકરી સુહાનાએ હાથ પકડી લીધો. અમે જીત્યા ત્યારે મને ભરોસો થતો નહોતો. અનેક લોકો મારી ટીમને વેચી નાંખવા કહેતા હતા પરંતુ મેં ક્યારેય એમ ન કર્યુ.

શાહરૂખે કહ્યું, તે રાતે હું ઘરે જ રહ્યો. હું ખૂબ જ સામાન્ય સ્તરનો ખેલાડી રહ્યો છું, મેં મારી ટીમને ક્યારેય 'ચક દે ઈન્ડિયા' જેવું ભાષણ નથી આપ્યું.

કિંગ ખાન છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં નજરે પડ્યો હતો. તે ફિલ્મમાં શાહરૂખ સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા નજરે પડ્યા હતા.