ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કચ્છમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવાર સાંજથી જ કચ્છમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાપરમાં બે કલાકમાં જ ચાર ઈંચનો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાપરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભીલોડા ભારે વરસાદથી પાણી પાણી થયુ હતુ. શહેરના ગોવિંદનગર, પોલીસ સ્ટેશન વિસ્તાર અને ઈડર-શામળાજી રોડ પર પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મહાવીરનગર, મોતીપુરા, સિવિલ સર્કલ, ન્યાય મંદિર અને ટાવર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈ હિંમતનગર પોસ્ટઓફિસથી ટાવર રોડ પર પાણી ભરાયા હતા.
બનાસકાંઠાના પાલનપુર સહિત કાંકરેજ, દિયોદર, ધાનેરા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માત્ર 38 ટકા જ વરસાદ નોંધાયો છે. દિયોદર શહેર અને તાલુકાના ગામોમાં 2 દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ વરસ્યો હતો.
WHO Alert Over Monkeypox: દુનિયામાં વધી રહ્યો છે મંકિપોક્સનો ખતરો, WHOએ વૈશ્વિક બીમારી જાહેર કરી
જો તમે ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતી જજો, આ સમાચાર તમારા માટે મહત્વના છે
Nag Panchami 2022: નાગ પંચમી પર શિવ અને પાર્વતીની કૃપાનો બની રહ્યો છે અનોખો સંયોગ, કરો આ ઉપાય