ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ વરસશે. ત્યારબાદ મંગળવારથી વરસાદનું જોર ઘટશે. ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


જ્યારે આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


વરસાદને લઇને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, સુરેંદ્રનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,અરવલ્લી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


 શનિવારથી ત્રણ દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. શનિવારે અમદાવાદ સહિત વલસાડ, અરવલ્લી, પાટણ, તાપી, સાબરકાંઠા, કચ્છ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં સારો વરસાદ વરસ્યો છે. જો કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં અન્ય જિલ્લાઓની સરખામણીએ ઓછો વરસાદ થયો છે.


WHO Alert Over Monkeypox: દુનિયામાં વધી રહ્યો છે મંકિપોક્સનો ખતરો, WHOએ વૈશ્વિક બીમારી જાહેર કરી


જો તમે ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતી જજો, આ સમાચાર તમારા માટે મહત્વના છે


Nag Panchami 2022: નાગ પંચમી પર શિવ અને પાર્વતીની કૃપાનો બની રહ્યો છે અનોખો સંયોગ, કરો આ ઉપાય


ભાવનગરમાં ભાજપ કાર્યકરે બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવાર પાસેથી 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો કથિત વિડીયો વાયરલ, જુઓ વિડીયો


ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ