ટીમ ઇન્ડિયામાં અચાનક એન્ટર થયેલો આ ખેલાડી છે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનો બાદશાહ, જાણો કોણ છે ને કેવી છે કેરિયર
વળી, લિસ્ટ-એ ક્રિકેટ (ડૉમેસ્ટિક વનડે ક્રિકેટ)માં તે 56 મેચોમાં 2268 રન બનાવી ચૂક્યો છે, જેમાં 4 સદી અને 13 અડધીસદી સામેલ છે. તે 2012 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ચેમ્પિયન ભારતીય ટીમનો ભાગ હતો અને હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ તેને તહેલકો મચાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહનુમા વિહારી આંધ્રપ્રદેશનો ખેલાડી છે અને તેને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનો દુનિયાનો સૌથી ઘાતક બેટ્સમેન ગણવામાં આવે છે. તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 60ની એવરેજથી રન બનાવ્યા, તેને 53-55ની એવરેજથી રન બનાવનારા વિરાટ કોહલી, રોહિત શર્મા અને પૂજારા સાથે સરખાવવામાં આવે છે.
24 વર્ષીય આ ઘાતક ખેલાડી આંધ્રપ્રદેશના કાકીનાડામાં 13 ઓક્ટોબર, 1993 ના રોજ જન્મેલા હનુમાને કન્ના નામથી ઓળખવામાં આવે છે. હનુમાએ અત્યાર સુધી 59 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં 61.02 ની એવરેજથી 4821 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 22 અડધીસદી સામેલ છે.
હનુમા વિહારીની કેરિયરની વાત કરીએ તો તે આ વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઇન્ડિયા-એમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેને ત્રિકોણીય વનડે સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. હનુમાએ આ સીરીઝમાં 253 રન બનાવ્યા જેમાં વેસ્ટઇન્ડિઝ એ વિરુદ્ધ 147 રનોનો ધારદાર ઇનિંગ પણ સામેલ છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાએ સતત બે ટેસ્ટ હાર્યા બાદ ત્રીજી ટેસ્ટમાં વળતો હુમલો કરીને સીરીઝ બચાવવા સાથે જીત મેળવી લીધી છે. હવે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટે સાઉથેમ્પટનમાં રમાવવાની છે ત્યારે ટીમ ઇન્ડિયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં બે ખેલાડીઓને ઘર ભેગા કરીને બે નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જેમાં એક બેટ્સમેન હનુમા વિહારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -