નવી દિલ્લીઃ રવિંદ્ર જાડેજાને અમ્પાયર  બ્રુસ ઓક્ષનફોર્ડે દ્વારા  પિચના ડેંજર એરિયા પર દોડવા બદલ પેનલટી આપવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમને 5 રન પેનલટીના બદલામાં આપવામાં આવ્યા હતી. અમ્પાયરે રવિંદ્ર જાડેજાને ડેંજર એરિયા પર નહી દોડવા માટે વૉરનિંગ પણ આપી હતી. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજી દિવસે રવિંદ્ર જાડેજા જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે ટ્રેટ બોલ્ટનો સામનો કરતી વખતે તે પીચના ડેન્જર એરિયા પર દોડી રહ્યો હતો, ત્યારે આ પેનલટી મળી હતી. પેનલ્ટીના લીધે ન્યૂઝીલેંડે પોતાની ઇનિંગ્સની શરૂઆત 5 રનથી કરી હતી.