નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામેની મેચમાં નંબર ચારની પૉઝિશન માટે વિજય શંકરને બહાર બેસાડીને તેની જગ્યાએ ઋષભ પંતને જગ્યા આપતા સૌ ચોંકી ગયા હતા. કોહલીએ પંતની પસંદગીને લઇને મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ કહ્યું કે, વિજય શંકરના પંજાના ભાગે નાની ઇજા હતી જેના કારણે પંતને સમાવવામાં આવ્યો હતો.




ક્રિકેટ પંડિતોનું માનવુ છે કે પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને મોકો મળવો જોઇતો હતો. આ અંગે કોહલીએ કહ્યું કે, પંતને રમાડવા પાછળ ખાસ કારણ છે. ટૉસ થયા પછી કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં પંતના નામની જાહેરાત કરી હતી.



પંતની પસંદગીને લઇને કેપ્ટન કોહલીએ કહ્યું કે, ઋષભ પંત ટીમમાં નિર્ભિકતા લઇને આવે છે, અને એઝબેસ્ટૉનનું ગ્રાઉન્ડમાં બ્રાઉન્ડ્રીઓ નાની છે, જો ઋષભ પંત એકવાર 20થી વધુ રન કરી દે છે તો પરિસ્થિતિ પુરેપુરી બદલાઇ શકે છે.